Monday, January 24, 2022
Homeથરાદ ના બળિયા હનુમાન મંદિરની પવિત્ર જગ્યામાં તપસ્વી સંતે ચાતુર્માસનો કર્યો પ્રારંભ
Array

થરાદ ના બળિયા હનુમાન મંદિરની પવિત્ર જગ્યામાં તપસ્વી સંતે ચાતુર્માસનો કર્યો પ્રારંભ

લાખણી : થરાદ નગરમાં આવેલ પવિત્ર અને રમણીય જગ્યા એટલે બળિયા હનુમાન મંદિર કે જે નર્મદા કેનાલ ઉપર આવેલ છે કુદરતી વનરાજીઓ થી ભરપૂર છે ભક્તિ અને સાધના માટે ઉત્તમ જગ્યા છે લોકો મનની શાંતિ મેળવવા માટે આ જગ્યા ઉપર આવતા હોય છે ત્યારે આવી પવિત્ર જગ્યા ઉપર આ વખતે સોનામાં સુગંધ ભળી છે કઠોર તપસ્યાઓ માટે જાણીતા દિવ્ય મૂર્તિ સમાન પંકજમુની બાપજી કે જેઓ મધ્યપ્રદેશમાં આવેલ કાલીઘોડી આશ્રમમાં વસવાટ કરે છે અને ભારતભરમાં ભ્રમણ કરે છે અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારે કઠોર તપસ્યાઓ થકી સાધના કરે છે આવા દિવ્ય સંત આ વખતે ચાતુર્માસ કરવા માટે થરાદના આંગણે પધાર્યા છે.

આ વિસ્તાર માટે અહોભાગ્ય કહેવાય આજરોજ તપસ્વી સંત પંકજમુની બાપજીની બળિયા હનુમાન મંદિર ખાતે પધરામણી થઈ ભક્તજનોએ હૈયાના હેત થી જયઘોષ કરીને બાપજીને આવકાર્યા પંડિતો દ્વારા વેદઘોષ કરવામાં આવ્યો ત્યારબાદ ફુલહાર થી બાપજીનું સ્વાગત કરીને આશીર્વાદ લીધા વિવિધ સંતો નું પણ સ્વાગત કરીને આશીર્વાદ લીધા ત્યારબાદ પૂજ્ય પંકજમુની બાપજી એ પોતાની દિવ્ય વાણીમાં ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારપછી વાજતે ગાજતે જયધોસ સાથે બાપજીને તપ કરવાની જગ્યા કે જે કાચની પેટી બનાવવામાં આવી છે તેમાં બાપજીએ આસન ગ્રહણ કર્યું ભક્તજનોએ સંતની આરતી ઉતારી હતી અને દિવ્ય સંતના દર્શન કર્યા હતા ત્યારબાદ સૌના માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે આવનાર તમામ લોકો ભોજન પ્રસાદ લીધો હતો.

આ કાર્યક્રમમાં રામલખન બાપજી(ચારડા) મહેશ ભગત ઉર્ફે બટુક મોરારી (કથાકાર)કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત સરદારસિંહ વાઘેલા(નાગલા) સહિતના આગેવાનો અને ભક્તજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કોરોના ની મહામારી નું ધ્યાન રાખીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું અને દરેક ભક્ત જનોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી આજથી દિવ્ય અને તપસ્વી સંત પંકજમુની બાપજીએ ચાતુર્માસનો પ્રારંભ કર્યો છે એક આસને કાચની પેટીમાં બંદ રહીને ૩ મહિના સુધી આ તપસ્યા કરશે ત્યારે આવા દિવ્ય સંતના દર્શન કરવા એ અહોભાગ્યની વાત છે બળિયા હનુમાન મંદિરના મોન્ટુ મહારાજે ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે કે આપણા થરાદના આંગણે આવા દિવ્ય સંત ચાતુર્માસ કરવા પધાર્યા છે ત્યારે આપ સૌ કોરોનાની મહામારી નું ધ્યાન રાખીને સરકારની ગાઇડ લાઇન પાલન કરીને દિવ્યસંતાન દર્શન કરવા આવશો અને પોતાની જાતને ધન્ય બનાવશો..

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular