રાજકોટ : વીરપુરના સાગર ગેસ્ટહાઉસમાં ASPએ રેડ પાડી કૂટણખાનું ઝડપી પાડ્યું, મેનેજર સહિતની 2ની ધરપકડ

0
8

રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવેલા સાગર ગેસ્ટહાઉસમાં ચાલતા કૂટણખાનાને ASP સાગર બાગમારે રેડ પાડીને ઝડપી પાડ્યું છે. ગેસ્ટહાઉસમાં રેડ કરી મેનેજર અને એજન્ટની ધરપકડ કરી છે. આ સાથે જ એક નેપાળી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ ઉંઘતી રહી અને ASPએ રેડ પાડી

વીરપુરમાં આવેલા સાગર ગેસ્ટહાઉસમાં ASP સાગર બાગમારે કૂટણખાનું ચાલતુ હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. યુવતીઓને દેહ વ્યાપાર માટે બહારથી બોલાવીને ગેસ્ટહાઉસમાં લાવવામાં આવતી હતી. જેતપુર, ગોંડલ સહિત રાજકોટના નબીરાઓ આવતા હતા. રેડ દરમિયાન ગેસ્ટહાઉસમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે પોલીસ ઉંઘતી રહી ગઈ અને ASPએ રેડ પાડીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here