આસામની લેખિકાની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી

0
14

એક કથિત ફેસબુક પોસ્ટ લખ્યા બાદ આસામની લેખિકાની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. લેખિકાની મંગળવારે ગુવાહાટી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. લેખિકાએ છત્તીસગઢ ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા 22 જવાનો અંગે એક ફેસબુક પોસ્ટ લખી હતી અને તેના આધારે તેમના વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપી શિખા શર્મા એક લેખિકા છે અને તેમના વિરૂદ્ધ અનેક કલમો અંતર્ગત ગુનો નોંધાયો છે. શિખા વિરૂદ્ધ આઈપીસીની કલમ 124એ (રાજદ્રોહ)ના આધાર પર ફરિયાદ નોંધવામાં આવી છે. ગુવાહાટીના પોલીસ કમિશનરે શિખાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.

શિખા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમણે 22 શહીદ જવાનો અંગેની કથિત પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પોતાની ડ્યુટી દરમિયાન કામ કરતી વખતે મરનારા પગારદાર વ્યવસાયિકોને શહીદનો દરજ્જો ન આપી શકાય. આ તર્ક પર તો વીજ વિભાગમાં કામ કરતો કર્મચારી વીજળીના કરંટથી મૃત્યુ પામે તો તેને પણ શહીદનો દરજ્જો મળવો જોઈએ. મીડિયા, લોકોની ભાવના સાથે ન રમો.’

શિખાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં હડકંપ મચી ગયો હતો. ગુવાહાટી હાઈકોર્ટના બે જજે લેખિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમના વિરૂદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી હતી. તેમની ફરિયાદના આધારે શિખા શર્માની ધરપકડ કરવામાં આવી છે. શિખા શર્માની ફેસબુક પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે તે ઓલ ઈન્ડિયા રેડિયો, ડિબ્રુગઢમાં કલાકાર તરીકે કામ કરે છે. ગત વર્ષએ ઓક્ટોબર મહિનામાં શિખાને સરકાર વિરૂદ્ધ બોલવા મામલે બળાત્કારની ધમકીઓ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here