સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે. એપીસેન્ટર અમદાવાદમાં કોરોના વિસ્ફોટ બાદ હવે સુરત અને રાજકોટ કોરોનાના હોટસ્પોટ બનવા તરફ અગ્રેસર બની રહ્યા છે. દરરોજ અમદાવાદ કરતા બમણાં કેસો સુરતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે સુરતના હીરા ઉધોગ બાદ હવે કાપડ ઉદ્યોગમાં પણ તેનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે કાપડ ઉધોગ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં કાપડ ઉદ્યોગમાં નવા નિયમ લાગુ થતા ઉચાટ ઉભો થયો છે.
કોરોનાના કહેર વચ્ચે સુરતમાં કોરોનાના કેસ વધતા સરકારે કાપડ ઉદ્યોગ માટે કેટલાંક નવા નિયમો જાહેર કર્યા છે, જેના કારણે વેપારીઓમાં ઉચાટ છે. સુરતના કાપડ ઉદ્યોગમાં નવા નિયમો લાગુ થતા વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવા નિયમો પ્રમાણે સાત દિવસમાં પેમેન્ટ મળશે તો જ પ્રોસેસર 3 ટકા ડિસ્કાઉન્ટ આપશે. વેપારીઓ માલ તૈયાર કરવા મિલમાં મોકલવું પડશે. માલ તૈયાર થયાના સાત દિવસમાં ચુકવણી કરવાની રહેશે. વેપારીને કુલ બિલ રકમમાં 3 ટકાનો ડિસ્કાઉન્ટ આપશે. 60 દિવસ બાદ નાણાં ચૂકવનાર પાસેથી 1.50 ટકાનો વ્યાજ વસુલાશે. તો બીજી બાજુ નાણાં નહિ ચુકવનાર વેપારીનું નામ સરેઆમ જાહેર કરવામાં આવશે. હવે હીરા ઉધોગ બાદ કાપડ ઉદ્યોગમાં નવા નિયમ લાગુ થતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કાપડ ઉદ્યોગમાં લાગૂ થયેલા નવા નિયમ?
સાત દિવસમાં પેમેન્ટ મળશે તો જ પ્રોસેસર 3 ટકા ડિસ્કાઉન્ટ આપશે
વેપારીઓ માલ તૈયાર કરવા મિલમાં મોકલવું પડશે
માલ તૈયાર થયાના સાત દિવસમાં ચુકવણી ફરજિયાત
વેપારીઓને કુલ બિલ રકમમાં 3 ટકાનો ડિસ્કાઉન્ટ આપશે
60 દિવસ બાદ નાણાં ચૂકનાર પાસેથી 1.50 ટકાનો વ્યાજ વસુલાશે
નાણાં નહિ ચુકવનાર વેપારીનું નામ સરેઆમ જાહેર કરવામાં આવશે
સુરત શહેરમાં 350 જેટલા પ્રોસેસિંગ એકમો આવેલા છે જે પૈકી 70 જેટલા એકમો ચાલુ કરાયા હતા. માંડ 25 ટકા એકમો હાલ ચાલુ છે, કોરોનાને કારણે પ્રોસેસિંગમાં કામ ઓછું મળે છે અને કારીગરોનો પગાર ચુકવવામાં પણ મિલોમાં મુશ્કેલી પડી રહી છે. તેમજ કેમિકલનું પેમેન્ટ ચુકવણીની સમસ્યા પણ સામે આવી રહી છે. જેથી હાલ ડાઈગ પ્રોસેસિંગ મિલોમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઈગ સાથે જોડાયેલા લોકોનું એ પણ માનવું છે કે જો તમામ સ્થિતિના વહેલી ટકે સુધારણા નહિ થાય તો આવનારા દિવસોમાં ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થવાની શકયતાઓ છે. જેની ખુબજ ખરાબ અસર ડાઈગ પ્રોસેસિંગ ઉપર જોવા મળશે.