Saturday, June 3, 2023
Homeઅમદાવાદ : વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન...
Array

અમદાવાદ : વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ

- Advertisement -

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને અમદાવાદના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો પરેશાન થયા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 3 કલાક ભારે વરસાદની આગાહી છે.

પૂર્વ વિસ્તારનાં કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નરોડા, કૃષ્ણનગર, બાપૂનગર, નિકોલ, સનાથલ, ઠક્કરબાપાનગર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

રાજ્યમાં સાઈકલોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 4 જુલાઈથી 8 જુલાઈ સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

 4 અને 5 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, દાહોદમાં ભારે વરસાદ પડશે. જ્યારે 6 જુલાઈથી 8 જુલાઈ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ખેડા, નર્મદા, આણંદ,વડોદરા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular