Friday, March 29, 2024
Homeપ્રાંતિજ : જાયન્ટસ ગૃપ દ્વારા આયુવેદિક ઉકાળો પીવડાવવા આવ્યો.
Array

પ્રાંતિજ : જાયન્ટસ ગૃપ દ્વારા આયુવેદિક ઉકાળો પીવડાવવા આવ્યો.

- Advertisement -
દુનિયાના ૧૬૦થી પણ વધારે દેશોમાં હાલ કોરોના વાઇરલને લઇને મોટી મહામારી ફેલાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જાયન્ટસ ગૃપ, એકલવ્ય ફાઉન્ડેશન, મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારો સહિત એસ.ટી ડેપોમા ઉકાળો પીવડાવવા આવ્યો હતો.
કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
બે દિવસ સુધી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં આયુવેદિક ઉકાળો પીવડાવવામાં આવશે.
આયુવેદિક હોમિયોપેથીકના સહયોગથી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
એસ.ટી ડેપોમાં ઉકાળાની સાથે ડાર્કટરો દ્વારા કોરોના રોગ વિષે માહિતગાર કર્યા.
દેશ સહિત વિદેશોમાં પણ કોરોના રોગને લઇને અફરાતફરી મચી છે ત્યારે ભારત સરકાર દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા આ રોગ સામે લડવામાં માટે અગમચેતી તૈયારી સાથે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ સેવાકીય પ્રવૃતિ કાર્યરત જાન્યટસ ગૃપ, એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકા સરકારી આયુવેદિક હોમિયોપેથીક દવાખાનાઓના સહયોગથી કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા અમૃત પેય ઉકાળો બનાવીને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તપોધન ફડી, દેસાઇની પોળ, ગુજરની પોળ, પ્રાંતિજ ત્રણ રસ્તા, સિવિલ સહિત વિવિધ વિસ્તારોમાં તથા સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાંતિજ એસ.ટી ડેપોમાં પણ કોરોનાને લઇને અવેનસ આવે તે માટે કર્મચારીઓ તથા એસ.ટી સ્ટાફને કોરોના વિષે ઉપસ્થિત ર્ડા.યતિનજોષી તથા ર્ડા.સંકેત પટેલ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યું હતું. તો સ્ટાફ તથા એસ.ટી કર્મચારીઓને ઉકાળો તથા આયોવેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુનીલદાસજી મહારાજ  , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, પિયુષ ભાવસાર, તથા ડેપો મેનેજર ચેતનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તો પ્રાંતિજ એપ્રરોચ રોડ ઉપર આવેલ ગાયત્રી હોસ્પિટલ ખાતે કોરોના વાયરલ સામે લડવા ઉકાળો બનાવવામા આવ્યો હતો અને ત્યા પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે જાયન્ટસ ગૃપ પ્રાંતિજ ખાતે ના સ્થાપક ર્ડા.એન.કે.ડેરિયા, વજેશભાઇ ભાવસાર, મિતેશભાઇ શાહ, સહિતના જાયન્ટસ સભ્યો દ્વારા વિવિધ સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે આયોવેદિક તથા હોમિયોપેથિક ડોકટરો સહિતની ટીમ પણ ઉપસ્થિત રહી આયોવેદિક હોમિયોપેથિક ગોળીઓ દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular