Friday, August 12, 2022
Homeલોકડાઉન ગ્રેજ્યુએશન : બચ્ચન પરિવારે નવ્યા નંદાની ગ્રેજ્યુએશન સેરેમની ઘરે જ મનાવી,...
Array

લોકડાઉન ગ્રેજ્યુએશન : બચ્ચન પરિવારે નવ્યા નંદાની ગ્રેજ્યુએશન સેરેમની ઘરે જ મનાવી, કોરોના વાઇરસને કારણે કેન્સલ થઇ હતી

- Advertisement -

મુંબઈ. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાની દીકરી નવ્યાની ગ્રેજ્યુએશન સેરેમનીને બચ્ચન પરિવારે ઘરે જ સેલિબ્રેટ કરી છે. નવ્યા નંદા બુધવારે ન્યૂ યોર્કની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ. મહામારી કોરોનાને કારણે ગ્રેજ્યુએશન સેરેમની કેન્સલ થઇ માટે બચ્ચન પરિવારે તેમના ઘર જલસામાં જ આ દિવસ સેલિબ્રેટ કર્યો.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ગ્રાન્ડ ડોટર નવ્યા.. યંગ સ્ટુડન્ટના જીવનમાં મહત્ત્વનો દિવસ હોય છે ગ્રેજ્યુએશન દિવસ. તે ન્યૂ યોર્કની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઇ પણ કોરોના અને લોકડાઉનને કારણે સેરેમની કેન્સલ થઇ. તે જઈ ન શકી, અમે પણ આ મહત્ત્વના દિવસે તેની સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. તે ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ પહેરવા ઇચ્છતી હતી તો બધું ઘરે જ તૈયાર કર્યું. સ્ટાફે એક ગાઉન અને કેપ ઘરે સીવી દીધા. તેણે એ પહેર્યું અને જલસામાં જ સેલિબ્રેટ કર્યું. તારા પર ગર્વ છે નવ્યા.

https://www.instagram.com/p/B_2Rl-SpNsu/?utm_source=ig_embed

નવ્યાને અભિનંદન આપવા માટે તેની માતા શ્વેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ઉપરાંત મામા અભિષેક બચ્ચને પણ પોસ્ટ શેર કરી હતી.

https://www.instagram.com/p/B_2a8xbpZs3/?utm_source=ig_embed

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular