આગામી વનપ્લસ 8T ફોનની બેક પેનલ આપમેળે રંગ બદલશે, અડ્યા વિના સંકેતોથી ફોન કંટ્રોલ થશે

0
13

ચાઈનીઝ કંપની વનપ્લસ 8T ફ્લેગશિપ પર બેસ્ડ વનપ્લસ 8T કોન્સેપ્ટ સ્માર્ટફોન રજૂ કર્યો છે. ખાસ વાત એ છે કે, તે એક ઓલ-ન્યૂ બેક પેનલની સાથે આવે છે જેમાં એક કલર બદલતી ફિલ્મ છે. ફિલ્મ ડાર્ક બ્લૂથી લાઈટ સિલ્વર કલરમાં શિફ્ટ થઈ શકે છે. વનપ્લસ 8T કોન્સેપ્ટમાં ટચલેસ કંટ્રોલ અને બ્રિધિંગ મોનિટર સક્ષમ કરવા માટે રિઅર કેમેરા બમ્પ પર મિલીમીટર વેવ રડાર મોડ્યુલ પણ સામેલ છે. કોન્સેપ્ટ ફોનને 39 ડિઝાઈનરોની એક ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે શેનઝેન, તાઈપેઈ, ન્યૂ યોર્ક અને ભારત સાથે સંબંધિત છે.

રંગ બદલાતી બેક પેનલ

એક સામાન્ય ગ્લાસ બેકની સાથે રેગ્યુલર વનપ્લસ 8Tથી વિપરીત, વનપ્લસ 8Tમાં કોન્સેપ્ટમાં પ્રાકૃતિક તત્ત્વોથી પ્રેરિત પેટર્નની સાથે એક નવું રિઅર કવર છે. ગ્લાસ બેક પેનલની પાછળ એક કલર બદલાતી ફિલ્મ છે, જેમાં ગ્લાસમાં મેટલ ઓક્સાઈડ છે અને તે ઘાટ્ટા વાદળી કલરમાંથી આછા સિલ્વરમાં બદલી શકે છે. વનપ્લસના જણાવ્યા પ્રમાણે, મેટલ ઓક્સાઈડ સક્રિય થવા પર ફિલ્મ બે કલરની વચ્ચે બદલાઈ જાય છે.

તે વનપ્લસ 8T કોન્સેપ્ટના પાછળના ભાગને નવા નોટિફિકેશન પ્રાપ્ત કર્યા બાદ લાઈટઅપ કરવામાં સક્ષમ બનાવે છે. જો કે, અનુભવ એવો જ છે કે કેવી રીતે તમને એક નવા મેસેજ વિશે સૂચિત કરવામાં આવે છે અથવા એક નોટિફિકેશન LED લાઈટ દ્વારા કોલ કરવામાં આવે છે, વનપ્લસ દ્વારા ઉપયોગ કરવામાં આવતી ટેક્નિક તમારું ધ્યાન આકર્ષિત કરવા માટે બેક પર પેટર્નને ચમકાવે છે.

ટચલેસર જેશ્ચર કંટ્રોલની સુવિધા મળે છે

નવી બેક ડિઝાઈનની સાથે વનપ્લસ 8T કોન્સેપ્ટમાં એક એમએમવેવ રડાર મોડ્યુલ સામેલ છે જે ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને પ્રસારિત કરે છે અને પ્રાપ્ત કરે છે.

તે ઈનબિલ્ટ ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ (DSP) યુનિટ અને CPUને પ્રોસેસ કરવા માટે તંરગો પ્રાપ્ત કરે છે, જેનાથી ડિવાઈસને ઓબ્જેક્ટ્સને જોવા, ઈમેજ કરવા, શોધવા અને ટ્રેક કરવાની મંજૂરી મળે છે. ઉપયોગના કેસમાં ટાઈમ-ઓફ-ફ્લાઈટ (ToF) સેન્સર જેવા જ છે, જો કે વનપ્લસના જણાવ્યા પ્રમાણે રડાર પર્યાવરણથી પ્રભાવિત નથી.

એમએમવેવ મોડ્યુલની હાજરી વનપ્લસ 8T કોન્સેપ્ટને ટચલેસ જેશ્ચર કંટ્રોલ ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે, જેમાં ડબલ ટેપ અને ડિસ્ટન્સ રેકગ્નિશન સામેલ છે.

તેનો ઉપયોગ તમારા હાથથી કેમેરા મોડ્યુલને કવર કરીને વોઈસ કોલને સ્વીકાર કરવાની અથવા અસ્વીકાર કરવા માટે કરી શકાય છે.

ફોનમાં બેક કવરનો કલર બદલવા માટે તમે કેમેરાને પણ કવર કરી શકો છો

શ્વાસ લેવાની પ્રક્રિયા પર પણ ધ્યાન રાખશે ફોન

કંપનીએ દાવો કર્યો છે કે, સંકેતોને સક્ષમ કરવા ઉપરાંત એમએમવેવ મોડ્યુલ, બેકનો કલર બદલવા માટે સક્ષમ કરવા માટે તમારા શ્વાસની પણ નોંધણી કરી શકે છે. કંપનીએ કહ્યું કે, શ્વાસ લેતી વખતે છાતીના મિલીમીટર-લેવલ મૂવમેન્ટને રેકોર્ડ કરવા માટે મોડ્યુલ સોફ્ટવેર અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.

ખાસ વાત એ છે કે ઈનબિલ્ટ રડારના જેશ્ચર કંટ્રોલને સક્ષમ કરવા માટે 5G એમએમવેવ નેટવર્કની જરૂર હોતી નથી. તેનો અર્થ એ થયો કે નવી ટેક્નિક ભારત સહિત તે માર્કેટમાં પણ કામ કરી શકે છે જ્યાં 5Gનું પબ્લિક થવાનું બાકીનું છે.

વનપ્લસ 8T કોન્સેપ્ટ માર્કેટમાં વ્યાપારી રૂપે ખરીદવા માટે ઉપલબ્ધ નહીં હોય. જો કે, વનપ્લસ ભવિષ્યના કેટલાક ડિવાઈસમાં આ એડવાન્સ ફીચર્સનો ઉપયોગ જરૂરથી કરી શકે છે.

જાન્યુઆરીમાં વનપ્લસ કોન્સેપ્ટ વન રજૂ કર્યો હતો

જાન્યુઆરીમાં વનપ્લસ પોતાના પહેલા કોન્સેપ્ટ ફોન તરીકે વનપ્લસ કોન્સેપ્ટ વન લાવશે. તે મોડેલને બ્રિટિશ મોટર રેસિંગ ટીમ મેકલરેન સાથે મળીને વિકસાવવામાં આવ્યું હતું અને તેના રિઅર કેમેરા સેટઅપ પર એક ઈલેક્ટ્રોક્રોમિક ગ્વાસ પેનલ હતી જે કેમેરા સેન્સરને રિવિલ અથવા હાઈડ કરવા માટે પારદર્શક અથવા અપારદર્શક થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here