આ બેન્કે મહિલાઓ માટે લોન્ચ કરી બચત ખાતા યોજના, 7% દર સાથે આ ફાયદા પણ

0
6

એક તરફ મોટાભાગની બેન્ક બચત ખાતા પર વ્યાજ દર પર કાતર ફેરવી રહી છે, ત્યાં ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ઇએસએફબી)એ એક ખાસ વર્ગ માટે મોટી ઑફર લોન્ચ કરી છે. આ ઑફરમાં બચત ખાતા પર વધુ વ્યાજ દર ઉપરાંત અનેક ખાસ ભેટ પણ આપવામાં આવી રહી છે.

7 ટકાનો વ્યાજ દર

હકીકતમાં ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ઇએસએફબી)એ સાત ટકા વ્યાજ દર સાથે મહિલાઓ માટે ‘ઇવા’ બચત ખાતુ શરૂ કરવાની ઘોષણઆ કરી છે. તેનો અર્થ એ છે કે બેન્ક એકાઉન્ટમા પૈસા મુકવા પર સાત ટકાના દરે વ્યાજ મ:ળશે. તે ફક્ત મહિલા વર્ગ માટે છે.

બેન્કે શું કહ્યું

બેન્કે એક નિવેદનમાં જણાવ્યુ કે ઇવા એક અદ્વિતિય બચત ખાતુ છે. તે સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ જેવા દરેક પાસામાં ભારતી. મહિલાઓની ભલાઇનો પ્રયાસ કરે છે

મળશે આ સુવિધાઓ

આ ઉપરાંત બચત ખાતા વાળી મહિલા ગ્રાહકોને બેન્ક ડોક્ટર, સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સાથે ફ્રી મેડિકલ ચેકઅપ તથા અસીમિત ટેલી-પરામર્શ પણ આપે છે.

ગોલ્ડ લોનમાં પણ છૂટ

આ ઉપરાંત આ પીએફ છૂટ અને મહિલા ગ્રાહકો માટે ગોલ્ડ લોનના દરોમાં પણ છૂટ આપે છે. બેન્કે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને નવી બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરી છે.

આરબીઆઇએ મુક્યો હતો પ્રતિબંધ

આ મહિનાની શરૂઆતના અઠવાડિયામાં ભારતીય રિઝર્વ બેન્કે એક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા હતા. તેમાં નવી શાખા ખોલવા પર પણ પ્રતિબંધ હતો. હવે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક નવી શાખા ખોલી શકે છે.

ઓપરેશન સપ્ટેમ્બર 2016માં શરૂ થયુ હતુ

પ્રતિબંધ હટાવવામાં આવતા બેન્કના બિઝનેસને વધારવામાં પણ મદદ મળશે. જણાવી દઇએ કે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું ઓપરેશન સપ્ટેમ્બર 2016માં શરૂ થયુ હતુ. સાથે જ લિસ્ટિંગ આ વર્ષે એટલે કે 2020માં થયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here