માર્ચ 2021માં 11 દિવસ બેંક રહેશે બંધ અને સાથે આવશે આ ફેરફાર : જાણો તમારા ખિસ્સા પર શું કરશે અસર.

0
4

1 માર્ચથી ઈ વિજયા અને ઈ દેનાના આઈએફએસસી કોડ બદલાશે. આ સાથે આધાર – એકાઉન્ટના નિયમોમાં પણ ફેરફાર આવશે.

  • 1 માર્ચથી બદલાશે આ નિયમો
  • તમારા ખિસ્સા પર થશે આવી અસર
  • જાણો કઈ બેંકના કોડ બદલાશે

1 માર્ચથી અનેક નિયમો બદલાવવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. કેટલીક બેંકોની સાથે જોડાયેલા ખાસ નિયમો વિશે જાણવું જરૂરી છે. જો તમે સમય પર બેંકના નિયમોને જાણશો નહીં તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવાશે.

બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને કર્યા એલર્ટ

આ બેંકે ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે નવા મહિનાથી ઈ વિજયા અને ઈ દેનાના આઈએફએસસી કોડ બદલાઈ જશે. 1 માર્ચ 2021થી તે બંધ થઈ જશે. બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને કહ્યું કે નવા આઈએફએસસી કોડ લેવાનું સરળ છે. બેંકે આ માટે સરળ રીત બતાવી છે. કસ્ટમરે ગ્રાહકોને કહ્યું છે કે નવા કોડ માટે બેંકની વેબસાઈટ પર જાઓ અને મેસેજની મદદ લો. બેંકે આ માટે ટોલ ફ્રી નંબર 18002581700 જાહેર કર્યો છે. નવા આઈએફએસસી કોડ માટે બેંકની તરફથી મોબાઈલ નંબર 8422009988 આપવામાં આવ્યો છે.

આ બેંકોમાં બદલાશે નિયમો

બેંક ઓફ બરોડા સિવાય પંજાબ નેશનલ બેંકના આઈએફએસસી કોડના નિયમો પણ બદલાઈ રહ્યા છે. પંજાબ નેશનલ બેંક સહયોગી બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના જૂના ચેક અને આઈએફએસસી કે એમઆઈસીઆર કોડમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો કે 31 માર્ચ સધી જૂના કોડ કામ કરશે જેથી ગ્રાહકોને નવા કોડ મળી શકે અને તકલીફ ન પડે.

માર્ચમાં બેંકમાં રહેશે અનેક રજાઓ

રજાઓને લઈને રિઝર્વ બેંકે એક કેલેન્ડર જાહેર કર્યું છે. તેમાં માર્ચ મહિનામાં બેંકમાં 11 દિવસ રજા જાહેર કરાઈ છે. તો તમે પણ આ દિવસનું પ્લાનિંગ પહેલાથી કરી લો અને પતાલી લો તમારા તમામ કામ.. 5 માર્ચ, 11 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ અને 30 માર્ચે રજા રહેશે. આ સિવાય માર્ચના 4 રવિવાર અને 2 શનિવારની રજા રહેશે. તો કુલ 11 દિવસ બેંક બંધ રહેશે.

આધાર- એકાઉન્ટને લિંક કરવું

નાણામંત્રાલયે એમ પણ કહ્યું કે 31 માર્ચ 2021 સુધી દરેક બેંકે પોતાના એકાઉન્ટને આધાર સાથે જોડવાનું જરૂરી છે. નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય સમાવેશન અને લોકોને સરકારી યોજનાનો લાભ આપવા માટે આધાર અને બેંક એકાઉન્ટને લિંક કરવાનું જરૂરી છે. બેંકમાં આ કામ પૂરું થઈ ચૂક્યું છે પણ અનેક બેંકોમાં આધાર અને એકાઉન્ટને લિંક કરવાનું બાકી છે. આ માટે મંત્રાલયે 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here