Thursday, March 28, 2024
Homeગ્રાહકનો અનુભવ સુધારવા માટે બેંક તેના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે
Array

ગ્રાહકનો અનુભવ સુધારવા માટે બેંક તેના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે

- Advertisement -

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના યુઝર છો તો આજે UPI દ્વારા પેમેન્ટ કરવામાં તમને મુશ્કેલી થઈ શકે છે. SBI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, 14 માર્ચે, ગ્રાહકનો અનુભવ સુધારવા માટે બેંક તેના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે . SBIના દેશમાં 44 કરોડથી વધુ ગ્રાહકો છે.

બેંકે શું કહ્યું?

બેંકના જણાવ્યા પ્રમાણે, અપગ્રેડેશનના કારણે આવતીકાલે SBI કસ્ટમર્સને બેંકના UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. બેંકે જાણકારી આપી છે કે, યુઝર્સ યોનો, યોનો લાઈટ, નેટ બેંકિંગ અથવા ATMનો ઉપયોગ કરી શકે છે. અપગ્રેડેશનના કારણે UPI સર્વિસનો ઉપયોગ કરવામાં જો તમને મુશ્કેલી થાય છે તો તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો.

SBIએ UPI ફ્રોર્ડને લઈને અલર્ટ કર્યા હતા

થોડા દિવસો પહેલા SBIએ તેના કરોડો ગ્રાહકોને UPI ફ્રોડને લઈને અલર્ટ કર્યા હતા. SBIએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, જો તમે UPI દ્વારા અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ કરવામાં આવ્યા હોવાનો SMS અલર્ટ મળે છે, પરંતુ તમારા દ્વારા કોઈ પ્રકારનું કોઈ ડેબિટ કરવામાં નથી આવ્યું તો અલર્ટ થઈ જવું અને સૌથી પહેલા UPI સર્વિસને બંધ કરી દો.

બેંકના જણાવ્યા પ્રમાણે, UPI સેવાને બંધ કરવા માટે ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર કોલ કરી શકે છે અથવા IVR નંબર 1800-425-3800 / 1800-11-2211 પર પણ કોલ કરી શકે છે. તે ઉપરાંત https://cms.onlinesbi.sbi.com/cms/ પર ફરિયાદ નોંધાવી શકે છે. સાથે 9223008333 નંબર પર SMS મોકલીને ફરિયાદ કરી શકે છે.

15 અને 16 માર્ચે બેંક હડતાળ

યુનાઈડેટ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ની તરફથી 2 સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ રાખવામાં આવી છે. જો હડતાળના કારણે બેંકની બ્રાંચ 15 અને 16 માર્ચે સંપૂર્ણ રીતે બંધ રહે છે તો બેંક બ્રાંચમાં કામકાજ ઠપ રહેશે. SBIએ પણ કહ્યું કે, આ હડતાળના કારણે બેંકના કામ પર અસર પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular