રોહિત શર્મા એ કહ્યું- બેટ્સમેનોએ 3 મહિનાથી બેટને હાથ નથી લગાડ્યો, બોલર્સની સરખામણીએ તેમના માટે વાપસી કરવી વધુ અઘરી

0
11

ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે, લોકડાઉન બાદ બેટ્સમેનોની મેદાનમાં વાપસી સરળ નહિ હોય. તેણે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે સોશિયલ મીડિયા પર લાઇવ ચેટ દરમિયાન આ વાત કહી હતી.

રોહિતે કહ્યું કે, બેટ્સમેનને જૂની લય અને ટાઇમિંગ ફરીથી મેળવવામાં ઓછામાં ઓછો દોઢ મહિનો લાગશે. હેન્ડ આઇ કોઓર્ડિનેશન બેટિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. તેવામાં બેટ્સમેનને પોતાની રિધમ મેળવવામાં સમય લાગશે.

રોમાંચક બેટ્સમેનોને ફરીથી લય મેળવવા માટે વધુ સમય લાગશે: રોહિત

ભારતીય ઓપનરે શમીને કહ્યું હતું કે, બોલરો કરતાં બેટ્સમેન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવું વધુ પડકારજનક હશે. કારણ કે બેટ્સમેનને પ્રેક્ટિસ કરવા માટે વધુ સમયની જરૂર રહેશે. તેઓ 3 મહિનાથી વધુ સમયથી મેદાનથી દૂર છે. આ સમય દરમિયાન તેણે બેટને હાથ પણ નથી લગાડ્યો. આવી સ્થિતિમાં, તેમના માટે લય મેળવવી વધુ મુશ્કેલ રહેશે.

બોલરો શારીરિક રીતે તૈયાર હશે’

શમી રોહિતની વાત સાથે સહમત થયો હતો. તેણે કહ્યું કે લોકડાઉન હોવા છતાં ફાસ્ટ બોલર્સ વર્કઆઉટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ ટ્રેડમિલ પર પણ દોડી રહ્યા છે. આ અમારા શરીરના નીચલા ભાગને મજબૂત બનાવવામાં મદદ કરશે. કોરોના પછી, જ્યારે ક્રિકેટ ફરી શરૂ થાય છે, ત્યારે અમારે બોલ રિલીઝ કરતી વખતે રિસ્ટ (કાંડા)ની પોઝિશન પર કામ કરવું પડશે. તેને પ્રાપ્ત કરવામાં 10થી 15 દિવસનો સમય લાગશે.

એનસીએમાં 1 મહિનાનો ટ્રેનિંગ કેમ્પ હોવો જોઈએ: શમી

શમીએ કહ્યું કે લોકડાઉન પછી ક્રિકેટ મેદાન પર પાછા ફરતા પહેલા નેશનલ ક્રિકેટ એકેડેમી એટલે કે એનસીએમાં એક મહિનાનો ટ્રેનિંગ કેમ્પ હોવો જોઈએ. આ અંગે મેં આશિષ ભાઈ (આશિષ નેહરા) સાથે પણ વાત કરી છે કે, લોકડાઉન પૂરું થતાંની સાથે જ આપણે એનસીએ ખાતે એક ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવો જોઈએ. આ અમને લય પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને બોલર ઈજાગ્રસ્ત છે કે કેમ તે પણ શોધી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here