રીંછ ભૂલથી 30 કિલો કોકેન ખાઈ ગયો, આ ઘટના પરથી ‘કોકેન બિઅર’ ફિલ્મ બનશે

0
4

દુનિયાની અનેક ફિલ્મો રિયલ લાઇફ સ્ટોરી ઉપર જ આધારિત હોય છે પરંતુ લગભગ જ કોઇએ વિચાર્યું હશે કે એક એવા રીંછ ઉપર પણ ફિલ્મ બની શકે છે જેણે ભૂલથી 70 પાઉન્ડ એટલે લગભગ 30 કિલો કોકેન ડ્રગ્સ લઇ લીધું હોય. આ ફિલ્મનું નામ કોકેન બીઅર હશે અને રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મને હોલિવુડ ડિરેક્ટર એલિઝાબેથ બૈંક્સ ડિરેક્ટ કરી શકે છે.

આ ફિલ્મને હોલિવુડ ડિરેક્ટર એલિઝાબેથ બૈંક્સ ડિરેક્ટ કરશે

આ ફિલ્મને હોલિવુડ ડિરેક્ટર એલિઝાબેથ બૈંક્સ ડિરેક્ટ કરશે

આ ઘટના 1985માં બની હતીઃ-

આ ફિલ્મ વર્ષ 1985માં થયેલી એક ઘટના ઉપર આધારિત હશે. ડ્રગ્સ સ્મગ્લર એન્ડ્રયૂ થોર્ટને મેક્સિકોથી હવાઇ માર્ગે અમેરિકાના જોર્જિયામાં કોકેનના થોડા પેકેટ ફેંક્યા હતાં. તેમાંથી એક પેકેટ જોર્જિયાના ચત્તાહોશી(Chattahoochee) નેશનલ પાર્કમાં પડ્યું હતું અને આ પેકેટને ભૂલથી આ રીંછે ખાઇ લીધું અને થોડા સમય પછી તેનું મૃત્યુ થઇ ગયું હતું.

એક મેડિકલ વર્કરે આ રીંછ અંગે વાત કરતાં જણાવ્યું કે આ રીંછે ખૂબ જ વધારે કોકેન લઇ લીધું હતું અને ધરતી ઉપર કોઇ એવું પ્રાણી નથી જે આટલું કોકેન લીધા પછી જીવતું રહ્યું હોય. સ્મગ્લર બનતાં પહેલાં એન્ડ્રયૂ નારકોટિક્સ પોલીસમાં પણ હતો અને વકીલાતનો અભ્યાસ પણ કરી ચૂક્યો હતો.

રીંછનું મૃત્યુ તે સમયગાળામાં ખૂબ જ ચર્ચામાં હતું.

રીંછનું મૃત્યુ તે સમયગાળામાં ખૂબ જ ચર્ચામાં હતું.

જોર્જિયા બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સના રિપોર્ટ પ્રમાણે 40 વર્ષનો એન્ડ્રયૂ પણ પોતાના પ્લેનને ઓટોપાઇલટ કર્યા પછી પ્લેનથી કૂદી ગયો હતો પરંતુ તેનું પેરાશૂટ ખુલ્યું નહીં એટલે તેનું મૃત્યુ થઇ ગયું હતું. એન્ડ્રયૂ પાસે થોડા રૂપિયા, ગન અને ચાકૂ પણ મળ્યાં હતાં. તેણે બુલેટપ્રૂફ જેકેટ પણ પહેર્યું હતું અને આ સિવાય તેણે નાઇટ વિઝન ગોગલ્સ પહેરેલાં હતાં. એન્ડ્રયૂ અને રીંછનું મૃત્યુ તે સમયગાળામાં ખૂબ જ ચર્ચામાં હતું.

એક વેબસાઇટ પ્રમાણે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ જિમી વોર્ડને લખી છે જે આ પહેલાં ધ રૂમમેટ અને ધ બેબીસિટર જેવા પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલાં હતાં. આ ફિલ્મને ફિલ લોર્ડ અને ક્રિસ મિલર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આવું પહેલીવાર થશે જ્યારે આ બંને સેલેબ્સ યૂનિવર્સલ પિક્સર્સ સાથે કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here