તમારા પાર્ટનર સાથેના બેડરૂમના સંબંધો બનશે મજબૂત જો ફોલો કરશો આ ટીપ્સ

0
7

જે પાર્ટનર એક બીજાનાં વખાણ કરે છે બેડરૂમમાં તેમની વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બને છે. કેરોલિનાના સંશોધકોએ હોય એક અભ્યાસમાં જોડાયેલા કપલ્સની વચ્ચે રહેલા શારીરીક સંબંધો પર સર્વે હાથ ધર્યો હતો. સંશોધકોની ટીમે નોંધ્યું હતું કે વખાણ કરવાથી સાથી પ્રત્યે નો આભાર વ્યક્ત કરવાથી આંતરિક સંબંધો વધારે મજબૂત થાય છે.

આ અભ્યાસના આધારે એ તારણ નીકળ્યું હતું કે સંબંધમાં વચન બધ્ધતા અને જવાબદારી માટે એકબીજા પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની ભાવના હોવી જરૂરી છે.

આ અભ્યાસના લેખક ઉત્તર કેરોલીના વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક ચિકિત્સક એશલિન બ્રેડીએ જણાવ્યું છે કે મને આ વિષયમાં ઘણો રસ પડયો હતો, કારણ કે મને લાગે છે કે આ પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે

રોમેન્ટિક સંબંધ દરમિયાન એક સમય એવો પણ આવી શકે છે કે જ્યારે તમને સેક્સમાં સંતુષ્ટિનો અનુભવ થતો નથી અને એ તમારા સંબંધ માટે હાનિકારક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા અભ્યાસનું તારણ જણાવે છે કે સેકસ સંબંધોમાં સાથીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અને સહયોગ પ્રોત્સાહન આપવાથી સેક્સ સંતુષ્ટીની કમી નિવારી શકાય છે. જોકે એ બાબત હજુ સુધી ખબર પડી નથી કે લોકો પોતાના સાથીને સેક્સની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કઈ રીતે પ્રેરિત કરે છે.

અભ્યાસના પ્રથમ ભાગમાં બ્રેડી અને તેના સહયોગીઓએ 185 લોકો પર સર્વે કર્યો હતો અને પાર્ટનર સાથે તેમના સંબંધો વિશે જાણકારી મેળવી હતી, તેઓએ નોંધ્યું હતું કે જે લોકો આ બાબત માટે સંપૂર્ણ સહમત હતા કે મારા પાર્ટનરને હંમેશા જણાવે છે કે તેને મારા વિશે કઈ બાબત પસંદ છે એ પાર્ટનર મને વધારે પસંદ છે. હું સાથી સેકસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માંગીશ.

બ્રેડી અને તેમના સહયોગીઓએ 285 લોકોને ઓનલાઇન પ્રશ્ન પૂછ્યા હતા, જેમાં જણાવવાનું હતું કે તેમના પાર્ટનર સાથેના સેક્સ સબંધ કેટલા મજબૂત છે

સંશોધકોએ નોંધ્યું હતું કે જે લોકોએ જણાવ્યું છે કે તેઓ તેના પાર્ટનર પ્રત્યે આભાર હોવાની અનુભૂતિ કરે છે જ્યારે તેમના તરફથી પોતાના વખાણ કરવામાં આવે છે. આ સમયમાં તેમના સાથી સાથેના સેકસ સંબંધો વધારે મજબૂત હોવાનું નોંધવામાં આવ્યું હતું જ્યારે અન્ય કપલ્સ કે જેઓ એક બીજા પ્રત્યે આભાર વ્યક્ત કરતા હોય તેઓમાં આવું જોવા મળ્યું ન હતું.