ગાંધીનગર : કોંગ્રેસમુક્ત વિધાનસભાની શરૂઆત, કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય વિધાનસભામાં હાજર નથી

0
12

ગુજરાત વિધાનસભામાં પહેલી વખત વિરોધપક્ષ વોકઆઉટ કે સસ્પેન્શન વગર ગૃહમાં ગેરહાજર રહ્યુ છે. અને આ એકાદ દિવસ નહી પરંતુ આગામી 26મી સુધી હાજર નહી રહે. બીજી તરફ સરકાર આખુ બજેટ સત્ર પૂર્ણ કરવાના મુડમાં છે, જે વિધાનસભાની કાર્યવાહી ઉડીને આંખે વળગે એવી છે. હોર્સ ટ્રેડિંગથી પોતાના ધારાસભ્યોને બચાવવા પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં ખસેડ્યા છે. જ્યારે લોકોના પ્રશ્નોની વાત સમયે એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય વિધાનસભામાં આજે હાજર રહ્યા નથી.

ગુજરાત વિધાનસભામાં સોમવારે બપોરે કોરોનાના નામે સત્ર રદ કરવાની કોંગ્રેસના ધારાસભ્યોએ માંગ કરી હતી.પરંતુ આ વાત અંગે સરકાર સંમત ન થતા કોંગ્રેસ વોકઆઉટ કરી દીધો હતો. ત્યાર બાદ સાજના સમયે રીતસર લાઇન લગાવીને કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના ફાઇવ સ્ટાર રિસોર્ટમાં પહોંચવાની હોડમાં હતા. રાજ્યસભામાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે જરૂરી સંખ્યાબળ વિપક્ષ માટે હાલ અઘરૂ બની ગયુ છે. ત્યારે પોતાના બચી ગયેલા ધારાસભ્યોને બચાવવા માટે હાલ કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રીસોર્ટ પહોંચી ગયા છે. ત્યારે વિધાનસભા સત્રમાં જ્યારે પ્રજના પ્રશ્નોની ચર્ચા થાય છે ત્યારે વિપક્ષનો એક પણ ધારાસભ્ય ન હોય તેવુ ચિત્ર ઉપસ્થિત થઇ રહ્યુ છે. અને આ પણ પોતે વોકઆઉટ કે સસ્પેન્ડ થયા વગર હાલ બધા કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં હોય તેવુ પ્રથમ વખત બની રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here