રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પર કોરોના સંકટની શરૂઆત, મંદિરના પૂજારી સહિત 16 પોલીસકર્મીને કોરોના

0
5

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પર કોરોના સંકટની શરૂઆત થઈ છે. રામ જન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપદાસ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેઓ મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. આ સાથે રામ જન્મભૂમિના સંરક્ષણમાં રોકાયેલા 16 પોલીસકર્મીઓને પણ કોરોના ચેપ લાગ્યો છે.

રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે ચાર પૂજારી રામ લલાની સેવા કરે છે. આ ચાર પૂજારીઓમાંથી એક પૂજારી પ્રદીપ દાસનો કોરોના અહેવાલ સકારાત્મક આવ્યો છે. તેઓને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ સાથે, રામ જન્મભૂમિની સુરક્ષામાં રોકાયેલા 16 પોલીસકર્મીઓ પણ પોઝિટીવ હોવાથી ક્વોરંટિન કરાયા છે.અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાજપ સિવાય અન્ય પક્ષના નેતાઓ તથા અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ નહીં મળતાં નવો વિવાદ ખડો થઈ ગયો છે.

રામમંદિરનું નિર્માણ કરનારું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કેન્દ્ર સરકારનું ટ્રસ્ટ હોવાથી લોકસભા, રાજ્યસભામાં વિપક્ષના નેતા, સંસદમાં અન્ય પક્ષોના નેતાઓ તથા રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ મળવું જ જોઈએ. તેના બદલે ટ્રસ્ટે ભાજપ-સંઘના નેતાઓને જ નિમંત્રણ આપ્યું છે. ઘણા મુખ્યમંત્રીઓ કેન્દ્ર સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી છે.ટ્રસ્ટે બચાવ કર્યો છે કે, અમારા માટે બધા રાજકીય પક્ષો સરખા હોવાથી અમે કોઈ નેતાને નિમંત્રણ નથી આપ્યાં. આ દલીલ સામે સવાલ ઉઠયા છે કે, રાજકીય પક્ષોને દૂર રખાયા છે તો ભાજપના આટલા બધા નેતાઓને નિમંત્રણ કેમ અપાયાં છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here