વડોદરા : શહેરમાં આજે ગણેશોત્સવના પ્રારંભ સાથે શ્રીજીની માટીની 50 હજાર મૂર્તિઓનું ઘરે -ઘરે સ્થાપન થશે

0
0

વડોદરાઃ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે આજે શહેરમાં 50 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ ઘરે-ઘરે માટીના શ્રીજીની સ્થાપના કરશે. બીજી તરફ શહેરમાં રવિવારે પ્રથમ પૂજ્ય ગણેશજીના આગમનની સવારીઓ ધામધૂમથી નિકળી હતી. શહેરના રાજમાર્ગો પર ભક્તજનો ‘ગણપતિ બાપ્પા મોરીયા’ના નાદ સાથે પોતાના બાપ્પાને હર્ષોઉલ્લાસથી ઘરે લઈ જતા હોવા મળ્યાં હતાં. મોડી રાત સુધી ગણેશજીની સવારી રાજમાર્ગો પર નિકળી હતી. સોમવારે વહેલી સવારથી જ ભક્તો પોતાના ઘરે અને મંડળોમાં વિધિવત્ રીતે ગણેશજીની સ્થાપના કરશે. જ્યારે દાંડિયાબજાર સ્થિત આશીર્વાદ ગણેશ ટ્રસ્ટ દ્વારા સ્થાપના દિને ગણેશજીને સોના- જડિત અબોટિંયું અર્પણ કરાશે.કેટલીક સંસ્થાઓ દ્વારા ફટકડીના ગણપતિને પણ તૈયાર કર્યા છે. જ્યારે અનેક સંસ્થાઓએ માટીમાંથી ગણેશજીની પ્રતિમા કેવી રીતે બનાવાય તે અંગે માર્ગદર્શન બાળકોને આપી તેમના હાથોએ શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરાવડાવ્યું હતું.

ટૂંકા વસ્ત્રો પહેરનાર પુરષને અબોટિયું પહેરાવાય છે
માંજલપુરમાં બિરાજમાન માંજલપુરના રાજા ગણેશ મંડળ દ્વારા દર વર્ષે નવા પ્રયોગો કરવામાં આવે છે. પાછલા વર્ષથી મંડળના પ્રમુખ સેતુ પટેલે જે પુરુષ કે મહિલા ચડ્ડા કે કેપ્રી પહેરીને બાપ્પાનાં દર્શન કરવા આવે તો તેમને અબોટિયું પહેરાવવામાં આવે છે,ત્યાર બાદ જ શ્રીજીનાં દર્શન કરાવાય છે. આ માટે મંડળે 15 અબોટિયા ખરીદ્યાં છે. જ્યારે જે દિવ્યાંગ હોય તેના માટે વ્હીલચેર પણ રખાઇ છે. આ ઉપરાંત ભક્તોને બાપ્પાના ચરણ સ્પર્શ કરતાં પહેલાં હેન્ડ સેનિટરાઇઝરથી હાથ પણ સાફ કરાવવામાં આવે છે.

ગણેશમંડળો જે ફાઇબર અને માટીની મૂર્તિઓનું સ્થાપન કરે છે

  • માંજલપુરના રાજા 18 ફૂટની ફાઇબરની મૂર્તિ
  • મનમોહન યુવક મંડળ 18 ફૂટની ફાઇબરની મૂર્તિ
  • રાજસ્તંભ યુવક મંડળ 5 ફૂટની માટીની મૂર્તિ
  • કાંતારેશ્વર યુવક મંડળ 15 ફૂટની ફાઇબરની મૂર્તિ
  • તાડફળિયા યુવક મંડળ 6 ફૂટની માટીની મૂર્તિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here