યોગ કરવાથી થશે આ ફાયદા, સવારે ઉઠીને કરો આ 8 આસન

0
177

આજની વ્યસ્ત જીવનશૈલીનાં કારણે તમે તમારા શરીરને બગાડી રહ્યા છો. જેની સીધી અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી પડે છે. યાદ કરવાની શક્તિ નબળી પડે છે. પરંતુ થોડી કસરત અને યોગ દ્વારા તમે તમારા આરોગ્યને સંભાળ રાખી શકશો. આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે.

યોગ

યોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત બને છે. તણાવથી બચી શકો છો. યાદશક્તિ મજબૂત બને છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

બાલાસન

આ આસનને કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે અને સાથે જ પેટની ચરબી ઘટે છે. આ આસનને કરવા માટે પહેલા તો તેમ ઘૂંટણના બળે જમીન પર બેસી જાવ અને શરીરનો બધો ભાગ એડિયો પર નાખો. ત્યાર પછી ઊંડા શ્વાસ લઈને આગળની તરફ નમો. તમારી છાતી જાંઘને અડવી હોવી જોઈએ અને તમારા માથા દ્વારા જમીનને ટચ કરવાનો પ્રયાસ કરો. થોડી જ સેકંડ સુધી આ અવસ્થામાં રહો અને પરત સામાન્ય અવસ્થામાં આવી જાવ.

ભુજંગાસન

આ આસન શરીરમાં ઓક્સિજન ભરવાનુ કામ કરે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તેને દિવસમાં 10 વખત કરવામાં આવે છે, ત્યારે હિપ્સ અને પેટની નીચેની ચરબી ઓછી થઇ જાય છે.ભુજંગને અંગ્રેજીમાં કોબરા કહે છે અને આ જોવામાં ફન ફેલાવતા સાંપ જેવા આકારનું આસન છે. તેથી આ આસનનું નામ ભુંજગાસન રાખવામાં આવ્યુ છે.

ઉત્તરાસન

આ આસનનો અભ્યાસ ઉભા રહીને કરવામાં આવે છે. આ આસનથી માથુ, કમર અને પગ તેમજ કરોડરજ્જુના હાડકાની કસરત થાય છે. ઉભા રહીને યોગનો અભ્યાસ કર્યા પછી આ મુદ્રાનો અભ્યાસ કરવો વિશેષ ફાયદાકારી રહે છે.

ત્રિકોણાસન

શરીરની વધુ પડતી ચરબી ઘટાડવા માટે ત્રિકોણાસન કરો. આને કરવા માટે સીધા ઉભા થઈ જાવ. બંને પગમાં એક મીટરનુ અંતર રાખો. બંને બાજુઓને ખભાથી સીધા રાખો. કમરથી આગળ નમો. શ્વાસ બહાર કાઢો. હવે જમણા હાથથી ડાબા પગને સ્પર્શ કરો. ડાબા હાથને આકાશ તરફ રાખો. ખભા સીધા રાખો. ડાબા હાથની તરફ જુઓ. આ અવસ્થામાં બે-ત્રણ મિનિટ રહો.
હવે શરીરને સીધુ કરો અને શ્વાસ લેતા ઉભા થઈ જાવ.

પશ્ચિમોત્તાસન

પેટની ચરબી ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે આ આસન. કબજિયાત, અપચો, ગેસ,ઓડકાર અને ડાયાબીટિઝમાં લાભકારી છે. તેને કરવા માટે પગને સામે ફેલાવીને બેસી જાવ હવે હથેળીઓને ઘૂંટણ પર મુકીને શ્વાસ ભરતા હાથને ઉપરની તરફ લઈ જાવ અને કમરને સીધા કરી ઉપરની તરફ ખેંચો. શ્વાસ છોડતા આગળની તરફ નમો અને હાથ વડે પગનો અંગુઠો પકડીને માથાને ઘૂંટણ તરફ લગાવો. અહી ઘૂંટણ વળવા ન જોઈએ. કોણીને જમીન પર ટચ કરવાનો પ્રયાસ કરો.

ધનુરાસન

આ આસન વજન ઓછુ કરવાની સાથે જાંઘ, પેઠુ, છાતી અને નિતંબમાં થયેલી ચરબી ઘટાડે છે. આ તે જગ્યાએથી વજન ઘટાડે છે જ્યાં વજન ઓછું કરવામાં સમસ્યા આવતી હોય છે. આ કરવાથી પેટમાં ખેંચાણની ભીતી થાય છે અને સાનુકૂળતા આવે છે. આ આસન દરમિયાન શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે. જો તમને કરોડરજ્જુની સમસ્યા હોય તો તમારે આ આસન ન કરવું જોઈએ.

નૌકાસન

આ આસન કરવાથી શરીર એક નાવડી જેવું થઈ જાય છે. આ આસનથી પીઠમાં મજબૂતી અને સાનુકૂળતા લાવે છે. તેને નિયમિત કરવાથી, શરીર સુવ્યવસ્થિત બને છે અને કમરની ચરબી ઓછી થાય છે.

સેતુબંધ આસન

સેતુબંધને બ્રિઝ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસનમાં પીઠને જમીનથી ઉપર કરી માથાને ટેકા વડે શરીરને સંતુલિત કરવાનુ હોય છે. આ આસન કરવાથી પેટ અંદર જવાની સાથે પીઠનો દુખાવો, થાઇરોઇડ અને હતાશા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ ઉપરાંત પણ અનેક યોગાસનો છે જેને તમે રોજ કરી શકો છો. નિયમિત યોગ કરવાથી રાત્રે સારી ઉંઘ સારી આવે છે અને તણાવ રહેતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here