ભારતમાં ‘Benling Aura’ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું, અંદાજિત કિંમત 90 હજાર રૂપિયા

0
31
 • લોન્ચની સાથે કંપનીએ ઈન્ડિયન ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં હાઈ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે
 • સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે
 • બ્રેકડાઉન સ્માર્ટ અસિસટન્ટ સિસ્ટમ આપવામાં આવી છે
 • ઓટો ડેસ્ક. બેનલિંગ ઈન્ડિયા એનર્જી એન્ડ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડે પોતાનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ‘ઓરા’ ભારતમાં લોન્ચ કર્યું છે. આ લોન્ચની સાથે કંપનીએ ઈન્ડિયન ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં હાઈ સ્પીડ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા કંપની ત્રણ લો સ્પીડ મોડલ લોન્ચ કરી ચૂકી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સ્કૂટર આગામી વર્ષના પ્રથમ ક્વાટરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવવામાં આવશે. આ સ્કૂટરને દિલ્હીમાં ચાલી રહેલા ‘EV Expo’માં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સ્કૂટર ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ક્ટૂરની કિંમત અંદાજે 90 હજાર રૂપિયા હોય શકે છે.
 • સ્કૂટરમાં ખાસ BSAS ફીચર
  આ સ્કૂટરમાં બ્રેકડાઉન સ્માર્ટ અસિસટન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફીચર દ્વારા બ્રેકડાઉનની સ્થિતિમાં સ્કૂટર રિસ્ટાર્ટ થઈ જશે.

  મોટર અને બેટરી
  બેલનિંગ ઓરામાં 2500 BLDC (બ્રશલેસ ડાયરેક્ટ કરન્ટ) ઈલેક્ટ્રિક મોટર અને 72V/40Ah ડિટેચેબલ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. એક વખત ચાર્જ કરવા પર આ સ્કૂટર 120KMની રેંજ આપી શકે છે. ડિટેચેબલ બેટરી ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

  રિમોટ કી-લેસ સિસ્ટમથી સજ્જ
  આ સ્કૂટર રિમોટ કી-લેસ સિસ્ટમની સાથે આવે છે. તે ઉપરાંત તેમાં USB ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે. બેનલિંગના આ સ્કૂટરમાં એન્ટી થેફ્ટ અલાર્મ અને એડિશનલ રિઅર વ્હીલ ઈન્ટિગ્રેટેડ લોકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

  કંપનીનું પહેલું હાઈ સ્પીડ સ્કૂટર
  ઓરા કંપનીનું આ પ્રથન હાઈ સ્પીડ સ્કૂટર છે. આ પહેલા બેનલિંગે ભારતમાં Kriti, Icon અને Falcon ત્રણ લો સ્પીડ મોડલ લોન્ચ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here