Friday, August 6, 2021
Homeઓગસ્ટમાં મારુતિ બલેનો અને હ્યુન્ડાઇ ક્રેટા સૌથી વધારે વેચાઈ, અલ્ટો અને વેગન-Rને...
Array

ઓગસ્ટમાં મારુતિ બલેનો અને હ્યુન્ડાઇ ક્રેટા સૌથી વધારે વેચાઈ, અલ્ટો અને વેગન-Rને પણ હંફાવી, સૌથી વધુ વેચાયેલી દસ ગાડીઓ

જ્યારે કાર લેવાનો પ્લાન બને ત્યારે મગજમાં પહેલો સવાલ એ આવે કે કઈ કાર ખરીદવી? ઇન્ડિયન માર્કેટમાં અત્યારે ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ છે. તેઓ વિવિધ પ્રકારની હેચબેક, સિડેન અને SUV કાર વેચી રહી છે. જો કે, કાર લેવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બજેટ છે. બજેટ સાથે બીજી સૌથી મોટી વસ્તુ છે કે માર્કટમાં લોકો કઈ કંપની અને તેની કઈ કાર પર સૌથી વધારે વિશ્વાસ બતાવી રહ્યા છે.

તેથી, અમે અહીં ઓગસ્ટ 2020માં સૌથી વધુ વેચાયેલી ગાડીઓનું લિસ્ટ લઇને આવ્યા છીએ. આ લિસ્ટ જોઇને તમારા માટે કાર સિલેક્ટ કરવાની પ્રોસેસ વધુ સરળ થઈ જશે. આ લિસ્ટમાં ટોપ-10 કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2020ની ટોપ-10 સેલિંગ કાર

ટોપ-25માં કઈ કંપનીનાં કેટલાં મોડેલ્સ સામેલ?

સૌપ્રથમ અમે તમને ટોપ-25માં સામેલ કંપનીઓ અને તેનાં કેટલાં મોડેલ્સ આ લિસ્ટમાં સામેલ છે તે વિશે જણાવીશું, આ લિસ્ટમાં કુલ 7 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં મારુતિ ટોપ પર છે, જ્યારે હ્યુન્ડાઈ બીજા નંબરે છે. લિસ્ટમાં છેલ્લા નંબરે કિઆ અને હોન્ડા છે.

કંપની ટોપ-25માં મોડેલ
મારુતિ 11
હ્યુન્ડાઈ 5
ટાટા 3
મહિન્દ્રા 2
રેનો 2
કિઆ 1
હોન્ડા 1
કુલ 25

 

ટોપ -25માં સામેલ કંપનીઓનાં મોડેલનાં નામ

મારુતિ: સ્વિફ્ટ, અલ્ટો, વેગન-R, ડિઝાયર, બલેનો, અર્ટિગા, ઈકો, બ્રેઝા, સેલેરિયો, S-Presso, ઇગ્નિસ

હ્યુન્ડાઇ: ક્રેટા, ગ્રાન્ડ i10, વેન્યૂ, i20, એક્સેન્ટ

ટાટા: ટિયાગો, નેક્સન, અલ્ટ્રોઝ

મહિન્દ્રા: બોલેરો, સ્કોર્પિયો

રેનો: ટ્રાઇબર, ક્વિડ

કિયા: સેલ્ટોસ

હોન્ડા: અમેઝ

વેચાણમાં 20%નો વધારો

કોવિડ-19 પિરિઅડ દરમિયાન વર્ષમાં પહેલીવાર ઓગસ્ટ 2020 માં પેસેન્જર વ્હીકલ (PV) સેલ્સ વધ્યું હતું. ઓગસ્ટ 2019ની તુલનામાં ગત મહિનામાં PVનું વેચાણ 20% વધ્યું છે. તેમજ, જુલાઈ 2020 કરતાં 18.5%નો ગ્રોથ થયો હતો. ઓટો કંપનીઓએ ઓગસ્ટ 2020માં 2,34,376 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 1,95,800 યૂનિટ્સનું વેચાણ થયું હતું. એલે કે, તેમાં 20%નો વધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments