મહેસાણા : વડનગર ખાતે દર વર્ષે યોજાતા તાના-રીરી મહોત્સવને લઈને આવ્યા મોટા સમાચાર.

0
8

મહેસાણામાં વડનગર ખાતે દર વર્ષે યોજાતો તાના-રીરી મહોત્સવ આ વખતે પણ 24 નવેમ્બરે. કોવિડ 19 અંતર્ગત આ વખતે બે દિવસના બદલે એક દિવસનો મહોત્સવ યોજાશે. સોશિયલ મીડિયાના માધ્યમ અને કેબલ નેટવર્ક પરથી લોકો પોતાના ઘરેથી આ મહોત્સવ નિહાળી શકે તેવું ખાસ આયોજન કરાયું છે. તાના-રીરી મહોત્સવ ૨૦૨૦ માં રાષ્ટ્રીય સ્તરના કલાકારો ઉપસ્થિત રહી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાશે.

એક દિવસીય શાસ્ત્ર્યીય મહોત્સવમાં વિવિધ કલાકારો અને કલા સંસ્થાઓ ઉપસ્થિત રહેશે..આ ઉપરાંત આ દિવસે નાગર બ્રાહ્મણો પણ વિશેષ રીતે ઉપસ્થિત રહેશે. સાથો સાથ ૨૪ નવેમ્બરે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પણ યોજાશે. આ ઉપરાંત આ દિવસે સંગીત કોલેજની પણ શરૂઆત મહાનુંભાવો દ્વારા કરવામાં આવશે.