વિરાટ-અનુષ્કાની લવ સ્ટોરીને લઈને મોટું રહસ્ય આવ્યું બહાર, એક્ટ્રેસની દાદીએ કર્યો ખુલાસો

0
11

ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે અને તેની શરૂઆત થઈ છે. એવું કહેવાય છે કે, પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી અને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી પણ વેલેન્ટાઈન ડે પ્રેમનો એકરાર કરવા માટે સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. જેથી આજે અમે તમને ક્રિકેટ જગતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ લાઈફ વિશે જણાવીશું.

  • વિરાટ-અનુષ્કાની લવ સ્ટોરી છે ઈન્ટ્રસ્ટિંગ
  • ચાહકો તેમની લવ લાઈફ અંગેની આ વાત નહીં જાણતા હોય
  • અનુષ્કાની દાદીએ જણાવી બંનેના પ્રેમની ખાસ વાતભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની લવ સ્ટોરીમાં એક રહસ્ય છુપાયેલું છે, જેના વિશે ચાહકોને ભાગ્યે જ ખબર હશે. ઉત્તરાખંડમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની દાદી ઉર્મિલા કહે છે કે, ‘અનુષ્કા અને વિરાટ એકબીજાને નાનપણથી જ ઓળખતા હતા અને સાથે જ આખો પરિવાર પણ વિરાટને સારી રીતે જાણતો હતો. અનુષ્કા જ્યારે નાની હતી અને તેમના ઘરે જતી ત્યારે વિરાટ સાથે ખૂબ ક્રિકેટ રમતી હતી.

    જોકે, અનુષ્કા એ વાતથી નારાજ પણ હતી કે કોઈએ તેને આ અંગે કંઈ જણાવ્યું નહી. તેમણે કહ્યું કે, પરિવારને વિરાટ-અનુષ્કાના સંબંધ સામે કોઈ જ વાંધો નહોતો. અનુષ્કાની દાદીએ કહ્યું, મને તો વિરાટ નાનપણથી જ ગમતો હતો, અનુષ્કા સૌથી નાની પૌત્રી છે જેથી તે દાદા-દાદીની બહુ જ લાડકી પણ છે.

    વિરાટ સાથેના રિલેશનને લઈને દાદીએ કહ્યું, અનુષ્કાના પિતા સેનામાં અધિકારી હતા. તેઓ બેંગલુરુમાં હતા ત્યારે અનુષ્કાનો ભાઈ કર્ણેશ ક્રિકેટ રમતો હતો, ત્યારે વિરાટ પણ ટીમમાં તેની સાથે હતો. દાદીએ વિરાટ સાથેના સંબંધના સવાલ પર વાત કરી હતી, અનુષ્કાના પિતા લશ્કરી અધિકારી રહ્યા છે. પૌત્ર (અનુષ્કાના ભાઈ) કર્નેશ બેંગલુરુમાં તેમના રોકાણ દરમિયાન ક્રિકેટ રમતા હતા. તે સમયે વિરાટ પણ તેની સાથે ટીમમાં હતો.

  • એ સમયે વિરાટ ઘણીવખત કર્ણેશ સાથે ઘરે આવતો હતો. દાદીએ કહ્યું, હું જ્યારે બાળકોને મળવા બેંગલુરુ જતી હતી ત્યારે વિરાટ સાથે પણ મુલાકાત થતી હતી. વિરાટ બહુ જ પ્રેમાળ છે. વડીલોનું સન્માન કરે છે. અમારો પરિવાર વિરાટને બાળપણથી ઓળખે છે અને તેને ફેમિલી મેમ્બરની જેમ જ માને છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ-અનુષ્કાએ ડિસેમ્બર 2017માં ઈટલી જઈને લગ્ન કરી લીધા હતા.