સ્વતંત્રતા પછી GDPમાં સૌથી મોટા ઘટાડાની આશંકા, રાહુલ ગાંધીએ કહ્યું- મોદી હૈ તો મુમકિન હૈ

0
0

નવી દિલ્હી. કોરોના વાયરસથી સર્જાયેલા સંકટથી અર્થવ્યવસ્થાને સૌથી વધુ અસર થઈ છે. ઇન્ફોસિસના સહ-સ્થાપક એન. નારાયણ મૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP)માં આ વખતે આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે. આ નિવેદનની મદદથી હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ નિવેદનને શેર કરતાં રાહુલે લખ્યું-મોદી હૈ તો મુમકિન હૈ (મોદી છે તો બધું શક્ય છે). કોરોના આવ્યા બાદ કરોડો લોકોએ નોકરીઓ ગુમાવી છે અને આ બધા માટે મોદી સરકારની ખોટી નીતિઓ જવાબદાર છે.

GDPમાં 9%ના ઘટાડાની આશંકા
કોરોના પહેલાથી, ભારતના GDPમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ લોકડાઉનને કારણે વધુ એક આંચકો લાગ્યો હતો. વિશ્વની ઘણી એજન્સીઓએ કહ્યું હતું કે ભારતના GDPમાં 9%નો ઘટાડો થશે. દરમિયાન, હવે નારાયણ મૂર્તિનું નિવેદન આવ્યું કે, અર્થવ્યવસ્થાને વહેલી તકે પાટા પર લાવવી જોઈએ. આ વખતે GDPમાં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે.

રાહુલના સરકાર પર સતત પ્રહાર
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના કટોકટી અને અર્થવ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકારનો સતત ઘેરાવો કરી રહ્યા છે. રાહુલ ગાંધી સતત ટ્વીટ કરીને, વીડિયો શેર કરીને અને નિષ્ણાતો સાથે વાત કરીને કેન્દ્ર પર નિશાન સાધે છે. યુથ કોંગ્રેસ દ્વારા તાજેતરમાં બે અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ નવી નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ 14 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here