સેન્સેક્સના ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 3934 અને નિફ્ટી 1110 અંક ઘટીને બંધ

0
6

મુંબઈઃ કોરોનાવાઈરસ ફેલાવવાના ભયથી દેશના બજાર ઘટાડા સાથે ખુલ્યા હતા. તેના પગલે શરૂઆતના અડધો કલાકની અંદર જ બજારમાં લોઅર સર્કિટ લગાવવી પડી. બીએસઈ 10 ટકા કે 2991.85 અંક ઘટીને 26924.11 પર પહોંચ્યો. આ રીતે નિફ્ટી 9.63 ટકા કે 842.45 અંક ઘટીને 7903 પર પહોંચ્યો. જોકે 45 મિનિટ બાદ બજારમાં ટ્રેડિંગ ફરીથી શરૂ થયું તો ઘટાડો વધુ વધ્યો. કોરોબારના અંતે સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1,110.85 અંક ઘટીને 7,634.60 પર બંધ થયો હતો. આ પહેલા 13 માર્ચે બજારમાં લોઅર સર્કિટ લાગી હતી. જોકે આ દિવસે રિકવરી પણ થઈ ગઈ હતી.

શુક્રવારે બજારમાં તેજી હતી

સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાને કારણે શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1627.73 અંક વધીને 29915 અને નિફ્ટી 482 અંક વધીને 8749 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 913 અંકના ઘટાડા સાથે 19174 પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 271 અંક ઘટીને 6879 પર બંધ થયો હતો. એસએન્ડપી 104 અંક ઘટીને 2304 પર બંધ થયો હતો.

બજારમાં ઘટાડાના 3 કારણો

1.કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવાના કારણે દેશમાં ઘણા રાજ્યોમાં 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.
2. વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી સતત પૈસા નીકાળી રહ્યા છે. લગભગ બે સપ્તાહમાં તેઓ 50000 કરોડ રૂપિયાન શેર વેચી ચુક્યા છે.
3.કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવાના ડરથી વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હોન્ગકોન્ગના બજારમાં 5 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

ક્યારે લાગે છે લોઅર સર્કિટ, કેટલો સમય રોકાય છે કારોબાર

શેરબજારમાં લાગતી સર્કિટના ફિલ્ટર ત્રણ પ્રકારના છે. પ્રથમ 10 ટકા, બીજો 15 અને ત્રીજો 20 ટકાનો હોય છે. જો 10 ટકાનો ઘટાડો 1 વાગ્યા પહેલા આવે છે તો બજાર એક કલાક માટે બંધ કરવામાં આવે છે. તેમાં શરૂઆતની 45 મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને 15 મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ 1 વાગ્યા બાદ લાગે છે તો કારોબાર 30 મિનિટ માટે રોકાય છે. શરૂઆતની 15 મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને 15 મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ 2 વાગ્યા પછી લાગે છે તો દિવસના બાકી બચેલા સમય સુધી કારોબારને રોકવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here