શક્યતા : ટ્રમ્પના વિજયમાં મોટો અવરોધ બની શકે છે 25 વર્ષના યુવાનો, સોશિયલ મીડિયા પર ચલાવી રહ્યા છે વિરોધી અભિયાન

0
6

અમેરિકા. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીમાં 10થી 25 વર્ષ સુધીના લોકો મોટો અવરોધ બની શકે છે. અમેરિકામાં તેમની વસતી લગભગ 3.30 કરોડ છે. અમેરિકા સહિત પશ્ચિમના દેશોમાં આ યુવાનોને ઝૂમર્સ કે જનરેશન ઝેડ કહેવાય છે. ટ્રમ્પની પ્રથમ રેલીમાં સમર્થકોની ઓછી ભીડનું કારણ પણ આ લોકો મનાઈ રહ્યા છે. આ લોકો ટિક-ટોક યુઝર્સ અને કોરિયન પોપ મ્યુઝિકના પ્રશંસક છે અને સોશિયલ મીડિયા દ્વારા ટ્રમ્પ વિરુદ્ધ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. કેમ્પેઈનમાં તેઓ કહે છે કે, ટ્રમ્પની રેલીની ટિકિટ ખરીદી લો, પરંતુ રેલીમાં ન જાઓ. જોકે, ટ્રમ્પની ટીમનું કહેવું છે કે, મીડિયા અને પ્રદર્શનકારીઓની ભીડના કારણે સમર્થકો રેલીમાં નથી પહોંચી રહ્યા.

અમેરિકામાં હાલ રંગભેદના વિરોધ પ્રદર્શનોની ભરમાર
પીયુ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં 60 ટકા ઝૂમર્સ અશ્વેત છે. આવી સ્થિતિમાં અમેરિકામાં ચાલી રહેલા રંગભેદ વિરોધી પ્રદર્શનોના કારણે આ યુવાનોની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. આ સમુહે બ્લેક લાઈફ મેટર મૂવમેન્ટ માટે સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાંથી ફંડ એકઠું કર્યું છે. આ પેઢી ડિજિટલ યુગમાં જન્મેલી છે. લગભગ 60 ટકા ઝૂમર્સ સોશિયલ મીડિયાને સમાચારોનો પ્રથમ સ્રોત માને છે.

2016માં ટ્રમ્પને યુવાનોના 37%, હિલેરીને 55% વોટ 
અમેરિકાની સૌથી યુવાન સાંસદ એલેક્ઝેન્ડ્રિયા કોર્ટેજ(30)એ પણ ઝૂમર્સની પ્રશંસા કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું છે, ઝૂમર્સે કમાલ કરી નાખી. ટ્રમ્પની કેમ્પેઈન ટીમને ખરાબ રીતે ચકમો આપ્યો. ટ્રમ્પે કોરોનાના સમયમાં પણ લાખોની ભીડ એકઠી કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને યુવાનોના 37% અને હરીફ હિલેરીને 55% વોટ મળ્યા હતા.