Friday, August 12, 2022
Homeરાજકોટના પડધરીમાં આવેલા ભારત સર્કલ પાસે બસે બાઇકચાલકને હડફેટે લીધો, બસની સ્પીડ...
Array

રાજકોટના પડધરીમાં આવેલા ભારત સર્કલ પાસે બસે બાઇકચાલકને હડફેટે લીધો, બસની સ્પીડ ધીમી હોવાથી બાઇકચાલકનો બચાવ

- Advertisement -

રાજકોટના પડધરીમાં આજે વહેલી સવારે ભારત સર્કલ પાસે બસચાલકે બાઈકચાલકને હડફેટે લીધો હતો. જોકે ઘટનામાં બાઈકચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ અકસ્માતનો લાઈવ વિડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ઘટનાની વિગત અનુસાર, પડધરીમાં ભારત સર્કલ પાસે બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે બસચાલકે વળાંક લેતી વખતે તેને હડફેટે લીધો હતો. ઘટનામાં બસચાલકની સ્પીડ ઓછી હોવાથી બાઈકચાલક નીચે પડી ગયો હતો, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

અકસ્માત થતાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ
બસચાલકે બાઈકચાલકને હડફેટે લેતાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસને રોકી બાઈકચાલકને ઊભો કર્યો હતો. બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular