સુરત : કાપડ માર્કેટમાં મોત સામે ઝઝૂમતા 75 જણાને BJP કોર્પોરેટરે ત્યાં પહોંચી બચાવ્યા, કમર સુધીના પાણીમાંથી રેસ્ક્યુ કર્યું

0
32

સુરત. શહેરના પરવત ડુંભાલના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલની ખાડી પૂર દરમિયાન પ્રશંસનિય કામગીરી સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પાવીનું પાણી અને દૂધની વ્યવસ્થા કરી છે. કાપડ માર્કેટમાં મોત સામે ઝઝૂમતા 75 જણાને કોર્પોરેટરે ત્યાં પહોંચી બચાવ્યા હતા. આ સાથે 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પણ ખસેડ્યા છે. જ્યારે આજે પાણી ઓસરવાનું શરૂ થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતી હોવાથી આજથી તમામ સોસાયટીઓમાં સફાઈ કામગીરીનું બીડું ઉપાડ્યું છે.

કેટલાકને દવા તો કેટલાકને હોસ્પિટલ લઈ ગયા

કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે, છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ ખાડી પૂરમાં 30 ટકા સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. અનેક લોકોના ઘરમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા હતા. કમર અને ગળાં સુધીના પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા હતા. 3 દિવસ સુધી પાણીમાં રહેલા લોકોને પીવાનું પાણી અને દૂધની વ્યવસ્થા કરી ફાયર વિભાગની મદદથી પહોંચાડવામાં સફળ થયા હતા. જ્યારે કેટલાકને દવા તો કેટલાકને હોસ્પિટલ લઈ ગયા હતા.

મોત સામે ઝઝૂમતા 75 જણાનું રેસ્ક્યુ કર્યું

કોર્પોરેટર વિજય ચોમાલે વધુમાં જણાવ્યું હતું કે, એક કાપડ માર્કેટમાં ફસાઈ ગયેલા એટલે કે ગળા સુધીના પાણીમાં મોત સામે ઝઝૂમતા 75 જણાની માહિતી મળતા જ ફાયરની રેસ્ક્યુ ટીમ સાથે પાણીમાં ગરકાવ કાપડ માર્કેટ પહોંચી ગયા હતા. રાહત ટીમને જોય તમામના જીવમાં જીવ આવ્યો હતો અને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સાથે 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા.

સોસાયટીઓમાં સફાઈ કામગીરીનું બીડું ઉપાડ્યું

કોર્પોરેટર વિજય ચોમાલે વધુમાં જણાવ્યું હતું કે, રોજના 12 કલાકની કામગીરી એ લોક પ્રતિનિધિ તરીકેની જવાબદારી સમજુ છું. મારા સાથી બે કોર્પોરેટરના ઘર પણ પાણીમાં ગરકાવ હોવાથી લાચાર હતા એટલે સ્વયંમ સેવકોની મદદથી સેવાના આ કાર્યનું બીડું ઉપાડી લીધું હતું. લગભગ તમામ સોસાયટીઓમાંથી ખાડી પૂરના પાણી ઓસરી ગયા છે. આજથી આ તમામ સોસાયટીઓમાં સફાઈ કામગીરીનું બીડું ઉપાડ્યું છે.

એક સફાઈ ટીમમાં 10 કર્મચારીઓ એવી 10 ટીમ કામે લાગી

કોર્પોરેટર વિજય ચોમાલે વધુમાં જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓની 10 ટીમ બનાવી તમામ સોસાયટીઓમાંથી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. એક સફાઈ ટીમમાં 10 કર્મચારીઓ એવી 10 ટીમ કામે લાગી છે. લોકોને એક જ વિનંતી છે કે, હાલની મહામારી અને ખાડી પૂરને લઈ કોઈ મોટો રોગચાળો ન ફાટી જાય એટલે પાણી ગરમ કરીને પીવું જોઈએ. ઘર બહાર કામ વગર નીકળવું ન જોઈએ. જો અશક્તિ લાગે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here