ભાજપના આ નેતાએ કહ્યુ, પૌઆ ખાતા જોઈને ખબર પડી ગઈ કે આ બાંગ્લાદેશી છે

0
25

નવી દિલ્હી, તા.24 જાન્યુઆરી 2020, શુક્રવાર

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે CAA પરની ચર્ચા દરમિયાન મીડિયા સમક્ષ એક વિવાદિત નિવેદન આપી દીધુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, તાજેતરમાં મારા ઘરમાં એક રુમ બનાવવા માટે આવેલા મજૂરોની ભોજન કરવાની સ્ટાઈલ મને અજીબ લાગી હતી. તેઓ માત્ર પૌંઆ ખાઈ રહ્યા હતા અને મેં આ મજૂરોના કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને પૂછ્યુ હતુ કે, આ મજૂરો બાંગ્લાદેશી છે, આશ્રર્યની વાત છે કે, એ પછી મજૂરો કામે આવ્યા નહોતા.

વિજવર્ગીયે કહ્યુ હતુ કે, મેં પોલીસમાં આ મામલાને લઈને ફરિયાદ નથી કરી પણ મેં માત્ર લોકોને જાગૃત કરવા માટે આ મજૂરોનો ઉલ્લેખ કર્યો છે. અફવાઓથી ગૂમરાહ થવાની જરુર નથી. CAA દેશના હિતમાં છે.આ કાયદાથી ઘૂસણખોરોની ઓળખ થશે. જે દેશની આંતરિક સુરક્ષા માટ ખતરો બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here