વડોદરા : ભાજપના કોર્પોરેટર ફેરિયા જેવી ભૂમિકા ભજવીને લોકોને ઘરે ઘરે જઈ દવા વિતરણ કરે છે.

0
3

કોરોના મહામારીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ પોલીસ સફાઈ કામદાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ હોય કે પછી રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ખૂદ પોતાની રીતે લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય પવાર એક ફેરિયા જેવી ભૂમિકા ભજવીને લોકોને ઘરે ઘરે જઈ દવા વિતરણ તેમજ ધન્વંતરી રથની સાથે રહી લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

ધન્વંતરી રથની સાથે રહી લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.
(ધન્વંતરી રથની સાથે રહી લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.)

 

દવા વિતરણ અને લોકજાગૃતિનું કાર્ય અનોખી રીતે

કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક સમયથી સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ વિગેરે સફળતાથી કાર્ય કરી રહ્યા છે તો બીજી બાજુ પોલીસ વિભાગ પણ લોકડાઉન દરમિયાન ખડે પગે રહી ફરજ બજાવી તો શહેરમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઇ સેવકો પણ કામગીરી કરી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ રાજકીય પક્ષના આગેવાનો દ્વારા લોકોને મદદરૂપ થવા અનાજની કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ કોરોના વોરિયર્સ બનીને પોતાનું યોગદાન આપવા નો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય પવાર તેમના વિસ્તારમાં સતત છેલ્લા છ મહિનાથી કોરોના વોરિયર બનીને દવા વિતરણ અને લોકજાગૃતિનું કાર્ય અનોખી રીતે કરી રહ્યા છે.

હાક લગાવી લોકોને ધન્વંતરી રથ અંગે જાણ કરે છે.
(હાક લગાવી લોકોને ધન્વંતરી રથ અંગે જાણ કરે છે.)

 

ખબર પૂછી જરૂરિયાત મંદોને દવાનું વિતરણ

કોરોના મહામારી દરમિયાન પ્રારંભમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય પવાર તેમના વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં સવારે આઠ વાગ્યાથી ફેરિયાની જેમ થેલામાં દવાનો જથ્થો ભરીને નીકળી પડતાં હતાં. ઘરે-ઘરે સંપર્ક કરી ઘરમાં કોઈને તાવ શરદી ખાંસીની અસર છે કે કેમ તેવી ખબર પૂછી જરૂરિયાત મંદોને દવાનું વિતરણ કરતા હતા.

લોકોના કોરોના ટેસ્ટ કરાવવા જાગૃત કરે છે.
(લોકોના કોરોના ટેસ્ટ કરાવવા જાગૃત કરે છે.)

 

ફેરિયાની જેમ જોર જોરથી હાક લગાવી લોકોને ધન્વંતરી રથ અંગે કહેતા

થોડા સમય બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધન્વંતરી રથની સુવિધા શરૂ કરવામાં આવી તેની સાથે કોર્પોરેટર વિજય પવાર જોડાઈ ગયા અને તેમના વિસ્તારમાં જ્યાં રથ ગલીમાં પહોંચી શકે તેમ હોય નહીં ત્યાં મુખ્ય રસ્તા પર રથ ઉભો રાખી તેઓ તમામ ગલીમાં જઈને ફેરિયાની જેમ જોર જોરથી હાક લગાવી લોકોને ધન્વંતરી રથ આવ્યો છે અને એન્ટીજન ટેસ્ટ કરાવવી જરૂરી દવાઓ મેળવી લો તેમ જણાવી જણાવી લોકોને જાણકારી આપતા રહ્યા છે. તેમના વિસ્તારમાં કોરોનાગ્રસ્ત દર્દી હોય તેમના ઘરે જઈને સેનિટાઈઝર તેમજ ઘરના અન્ય વ્યક્તિઓના પણ કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે.