ભાજપના કાર્યક્રમમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા, કોરોના પણ ભૂલી ગયા

0
8

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો ના ભાજપ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન કોરોના ભુલાયો હતો અને સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજજીયા ઉડી ગયા હતા.ગુજરાતમાં કોરોનાનો કહેર છે, ત્યારે કોંગ્રેસ છોડનાર 8 પૂર્વ ધારાસભ્યોનો ભાજપ પ્રવેશનો કાર્યક્રમ છે. તેમાં આ ઘટનાઓ બની છે.

8 Former MLA of congress joining BJP program social distance rules broken at Kamalam

તાપમાન ચેક કરવામાં પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું

સમગ્ર રાજ્યની જનતા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે બહાર નીકળી રહી છે અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ જાહેર મેળાવડા બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપ કાર્યાલય ખાતે કૉંગેસેના ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કમલમની બહાર દરેકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું હતું તેમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સિંગની ઐસી તૈસી થતી જોવા મળી હતી.

કાર્યલય અંદર પણ નિયમનું ઉલ્લંઘન

આ ઉપરાંત ભાજપ કાર્યાલયની અંદર પણ ધારાસભ્યો અને મંત્રીઓની હાજરીમાં ટોળે ટોળાં થઈ ગયા હતા, જ્યાં સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું.