હવસખોર જમાઇની કાળી કરતૂત, પત્નીની સાથે નરાધમે સાળીને પણ બનાવી દીધી ગર્ભવતી!

0
9

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ સગીર સાળી ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવારજનોએ હાલ પોલીસ સ્ટેશનમાં જમાઇ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ઘટનાની વિગત મુજબ, શહેર નજીકના ગામમાં રહેતા એક પરિવારની પુત્રીના બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. ત્યારબાદ પુત્રી અને જમાઈ આ પરિવાર સાથે જ રહેતાં હતાં. ઘર જમાઈ તરીકે રહેતા જમાઈની પત્ની સગર્ભા થતાં તેની નજર તેની નાની 15 વર્ષની સાળી પર બગડી હતી. તેણે સગીરા સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું.

જીજાની આ હરકતથી કંટાળીને સગીરાએ તેની મોટી બહેનને આ બાબતની જાણ કરી હતી. ત્યારે આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ પતિએ પત્નીની માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. જોકે ત્યાર પછી પણ તેણે નાની સાળી સાથે દુષ્કર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું.

હેવાન જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપી અવાર નવાર સાળીને હવસનો શિકાર બનાવતો હતો. થોડા દિવસ પહેલાં સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી હોસ્પિટલમાં લઈ જવાતાં તે સગર્ભા હોવાનું જણાયું હતું. જેથી ગભરાઇ ગયેલા પરિવારે જમાઈએ આ કૃત્ય કર્યું હોવાનું જણાતાં 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માગી હતી. બાદમાં પરિવારજનોએ પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ હવસખોર ઘરજમાઇ સામે ફરિયાદ દાખલ કરી છે.

હાલ ઘરજમાઇ ફરાર છે તો બીજી તરફ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.