રાજકોટ : સણોસરા ગામના લુખ્ખા તત્વોએ જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે અંધ વિધવા વૃદ્ધાએ કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી

0
0

રાજકોટના સણોસરા ગામમાં લુખ્ખા તત્વોએ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરી રાજકોટમાં રહેતા અંધ વિધવા વૃદ્ધાએ કલેક્ટર કચેરીમાં અરજી કરી ઈચ્છામૃત્યુની માંગ કરી છે. 70 વર્ષીય અમીનાબેને આક્ષેપ કરતા કહ્યું છે કે, સણોસરા ગામના લુખ્ખા તત્વોએ જમીન પચાવી પાડતા અમે ઘણી વખત કુવાડવા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમ છતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડા દિવસ પહેલા જ 16 જેટલા લોકો અમારી વાડીએ આવ્યા હતા. તેઓએ મને અને મારા દિકરાને માર માર્યો હતો અને અમારી જમીન પરથી અમને બહાર કાઢી મુકવામાં આવ્યાં હતા. જેથી અમે ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

ઘણી વખત કુવાડવા પોલીસમાં ફરિયાદ કરી હતી-વૃદ્ધા

કૌંભાડીઓને પોલીસ સાથ આપી રહી છે: વૃદ્ધા​​​​​​​

અમીનાબેને વધુમાં જણાવ્યું હતું કે મારા સસરાએ 50 વર્ષ પહેલા આ લોકો પાસેથી 5 હજાર રૂપિયા લીધા હતા. જે બાદ અમે પૈસાનો વહીવટી કરી લેવાનું કહેતા પણ તેઓ સામે આવતા નહીં. હવે આ લોકોએ અમારી જમીન પર કબ્જો કરી લીધો છે. જેથી અમે કુવાડવા પોલીસ સમક્ષ ઘણી વખત ફરિયાદ કરી છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે. પોલીસ સ્ટેશનમાં અમારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. પોલીસ કૌંભાડીઓનો સાથ આપી રહી છે અને એ લોકો સાચા છે તેવું કહે છે. અમને જમીન ન મળે તો અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ. જેથી આજે કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here