કંગનાની ઓફિસમાં તોડફોડ : BMCની કાર્યવાહી પર હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે, વાંધાજનક ભાષાના ઉપયોગ બદલ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ

0
6

કંગના રનૌતની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી સામે ગુરુવાર, 10 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થશે. 9 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યારબાદ કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે BMCની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે.

‘BMC વિરુદ્ધ કંગના ક્રિમિનલ એક્શન લેશે, તોડફોડથી 2 કરોડનું નુકસાન’
ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે કંગના આ તમામ વાતોથી ઘણી જ નારાજ છે. તેની ઓફિસ તેનું સપનું હતું. જોકે, કંગના એક શક્તિશાળી મહિલા છે. BMCએ કોઈના કહેવાથી આ પગલું ભર્યું છે. કંગનાની ઓફિસમાં જેટલું નુકસાન થયું તેનું ટોટલ 2 કરોડ રૂપિયા છે. કંગના BMCના અધિકારીઓ વિરુદ્ધ ક્રિમિનલ એક્શન લેશે.

કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ
CM ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કંગનાને બાથ ભીડવી મોંઘી પડી રહી છે. હાલમાં જ કંગના વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ કર્તાએ કહ્યું હતું કે કંગનાએ CM ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ કંગના વિરુદ્ધ FIR કરવામાં આવી હતી.

કંગનાની બહેન રંગોલી ઓફિસના ઈન્સ્પેક્શન માટે આવી હતી. તેણે અહીંયા આવીને ઓફિસમાં કેટલું નુકસાન થયું તેનો અંદાજો લગાવ્યો હતો. તો બીજી બાજુ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ કેસમાં મુખ્યમંત્રીના સલાહકાર પાસે જવાબ માગ્યો છે. આ અંગેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે તેવી શક્યતા છે. કંગના સતત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા BMC, શિવસેના પર શાબ્દિક હુમલા કરી રહી છે.

કંગનાની ઓફિસ આવેલી રંગોલી
(કંગનાની ઓફિસ આવેલી રંગોલી)

 

કંગનાના સમર્થનમાં હિમાચલ સરકારે, કહ્યું- દીકરીનું અપમાન સહન નહીં કરીએ

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કહેવામાં આવ્યું, ઉખાડ દિયા
9 સપ્ટેમ્બરના રોજ કંગના મુંબઈ આવે તે પહેલાં જ BMCએ કંગનાની મુંબઈની પાલી હિલ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. શિવસેનાના ‘મુખપત્ર’ના એક અહેવાલમાં લખવામાં આવ્યું હતું, ‘ઉખાડ દિયા, ગેરકાયદેસર બાંધકામ પર મહાનગર પાલિકાનો હથોડો.’ આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કંગનાના ‘મણિકર્ણિકા’ પ્રોડક્શન હાઉસમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. BMCના 40 કર્મચારીઓ, JCB તથા જરૂરી સામાન સાથે કાર્યવાહી કરી હતી. કંગનાએ મુંબઈ પોલીસનું અપમાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચાર સપ્ટેમ્બરે કંગનાએ એક ટ્વીટ કરીને પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને મુંબઈ આવતી અટકાવે.

કંગનાએ ચાર સપ્ટેમ્બરે ટ્વીટ કરીને કહ્યું હતું, 9 સપ્ટેમ્બરે મુંબઈ આવું છું, કોઈના બાપમાં હિંમત હોય તો અટકાવે
ચાર સપ્ટેમ્બરના રોજ કંગનાએ મુંબઈ આવવાની જાહેરાત કરી હતી. કંગનાએ ટ્વીટ કરીને માત્ર મુંબઈ આવવાની જાહેરાત ના કરી પરંતુ વિરોધીઓને ધમકી પણ આપી હતી. કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું, જોઈ રહી છું કે હું મુંબઈ ના આવું તે માટે અનેક લોકો ધમકી આપી રહ્યા છે. આથી આવતા અઠવાડિયે નવ સપ્ટેમ્બરના રોજ મેં મુંબઈ આવવાનો નિર્ણય લીધો છે. હું મુંબઈ એરપોર્ટથી પોસ્ટ કરીશ. કોઈના બાપમાં હિંમત હોય તો અટકાવે.

https://twitter.com/KanganaTeam/status/1301782810261299200?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1301782810261299200%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fhearing-in-the-high-court-today-at-3-oclock-kangana-said-goons-broke-into-my-house-shiv-senas-become-sonia-sena-127704597.html

કંગનાએ શું ટ્વીટ કરી?
‘જે વિચારધારા પર શ્રી બાળ સાહેબ ઠાકરેએ શિવસેનાની રચના કરી હતી, આજે તે સત્તા માટે તે જ વિચારધારાને વેચીને શિવસેનામાંથી સોનિયા સેના બની ચૂકી છે. જે ગુંડાઓએ મારી પાછળ મારું ઘર તોડ્યું તેને સિવિક બૉડી ના જ કહેવાય. બંધારણનું આટલું મોટું અપમાન ના કરો.’

BMCનું બેવડું વલણ
કંગનાની ઓફિસ તોડ્યા પહેલા BMCએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવા અંગે કારણદર્શક નોટિસ આપી હતી. BMCએ મનીષ મલ્હોત્રાને સાત દિવસનો સમય આપ્યો હતો અને કંગનાને માત્ર 24 કલાકનો સમય આપ્યો હતો.

કંગનાને બહાને રાષ્ટ્રપતિ શાસનની માગ કરી
મુંબઈમાં કંગનાની ઓફિસમાં થયેલી તોડફોડ કેસમાં આધાર બનાવીને હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરવામાં આવી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ તથા ઝારખંડના જમશેદપુર પૂર્વના વિધયક સરયુ રાયે રાષ્ટ્રપતિ શાસનની માગ કરી છે. શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું, હે ભગવાન, આ કેવું ગુંડા રાજ છે. આ પ્રકારનો અન્યાય ક્યારેય સહન કરવો જોઈએ નહીં. શું રાષ્ટ્રપતિ શાસન આ અન્યાયનો જવાબ હોઈ શકે છે? ચાલો બીજીવાર રામ રાજ્ય સ્થાપિત કરીએ. સરયુ રાયે પણ BMCની કાર્યવાહીને જંગલરાજ ગણાવ્યું હતું અને રાષ્ટ્રપતિ શાસનની માગી કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here