ગાંધીનગર : બોર્ડ પરીક્ષામાં બ્લોકદીઠ 30 વિદ્યાર્થી રહેશે : કોરોનાના કેસ ઘટતા હવે ગત વર્ષની જેમ બેઠક વ્યવસ્થા રાખવા નિર્ણય કરાયો.

0
6

કોરોનાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ તેમજ પુરક પરીક્ષાઓ સહિતની રાજ્યવ્યાપી પરીક્ષાઓ બ્લોકદીઠ 20 વિદ્યાર્થી સાથે લેવાઈ હતી અને આગામી બોર્ડ પરીક્ષાને લઈને ધો.10-12 સામાન્ય પ્રવાહ માટે બ્લોક દીઠ 20 વિદ્યાર્થી બેસી શકે તે રીતની વ્યવસ્થા સાથેની વિગતો બોર્ડે તમામ ડીઈઓ પાસેથી મંગાવી હતી.પંરતુ સરકારે હવે 11 મીથી સ્કૂલો ખુલી રહી છે અને કોરોનાની સ્થિતિ ઘણી સુધરી હોઈ તેમજ પરીક્ષા મેમા લેવાની હોવાથી હવે ગત વર્ષની જેમ રેગ્યુલર ધોરણે ક્લાસ દીઠ 30 વિદ્યાર્થી જ બેસાડાશે.

અગાઉ બ્લોક દીઠ 20 ની સંખ્યા મુજબ વિગતો મંગાવી હતી

ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10ની આગામી બોર્ડ પરીક્ષા માટે બ્લોક અને બિલ્ડીંગોની વિગતો મંગાવી છે. બોર્ડે તેના અગાઉના પરિપત્રમાં સુધારો કરીને હવે બ્લોક દીઠ 30 વિદ્યાર્થી સંખ્યા મુજબ વિગતો મોકલવા જણાવ્યું છે.બોર્ડે અગાઉ ગત મહિને કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને બ્લોક દીઠ 30ને બદલે 20 વિદ્યાર્થી સંખ્યા મુજબ ગણતરી કરી માહિતી મોકલવા જણાવ્યુ હતું. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં બ્લોક દીઠ 30 વિદ્યાર્થી અને ધો.12 સાયન્સમાં બ્લોક દીઠ 20 વિદ્યાર્થી બેસાડવમા આવે છે પણ કોરોનાને લઈને બોર્ડે 10 અને 12 સા.પ્ર.માં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમા રાખતા બ્લોક દીઠ 20 ની સંખ્યા મુજબ વિગતો મંગાવી હતી.

હવે ક્લાસ દીઠ 30 વિદ્યાર્થી સંખ્યા બેસાડી શકાશે

સરકારે હવે 11મીથી સ્કૂલો ખોલવા જાહેરાત કરી દીધી છે અને જેમાં 30 વિદ્યાર્થીના બે વર્ગો કરવાની સૂચના અપાઈ છે ત્યારે હવે ક્લાસ દીઠ 30 વિદ્યાર્થી સંખ્યા બેસાડી શકાશે. જેથી મે માસમાં લેવાનારી ધો.10 અને 12 સા.પ્ર.ની બોર્ડ પરીક્ષામાં પણ બ્લોક દીઠ 30 જવિદ્યાર્થી બેસાડાશે. બોર્ડે કોરોનામાં ગુજકેટ અને પુરક પરીક્ષાઓ ક્લાસ દીઠ 20 વિદ્યાથી સંખ્યા સાથે લીધી હતી પરંતુ હવે કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને સ્કૂલો પણ ખુલી રહી છે ત્યારે બોર્ડે પરિપત્રમાં સુધારો કરી દીધો છે.

10 ટકા વધુ બિલ્ડીંગો પરીક્ષામાં રાખવામા આવશે

હવે તમામ ડીઈઓને એક બ્લોકમાં 30 વિદ્યાર્થી સંખ્યા મુજબ ગણતરી કરી માહિતી મોકલવા જણાવવામા આવ્યુ છે.જો કે આ વર્ષે વિદ્યાર્થી સંખ્યા વધે તેમ હોવાથી ગત વર્ષ કરતા કુલ 10 ટકા વધુ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખી 10 ટકા વધુ બિલ્ડીંગો પરીક્ષામાં રાખવામા આવશે. તમામ ડીઈઓને બ્લોક બિલ્ડીંગ યાદીમાં જરૃરી વધારો કરી 25 જાન્યુઆરી સુધીમાં માહિતી મોકલી દેવા આદેશ કરવામા આવ્યો છે.