બોર્ડે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે સેમ્પલ પેપર જાહેર કર્યા

0
8

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ બોર્ડ પરીક્ષા 2021 માટે 10મા અને 12મા ધોરણના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. તમામ વિષયો માટે સેમ્પલ પેપર બોર્ડની ઓફિશિયલ એકેડેમિક વેબસાઈટ cbseacademic.nic.in પર જાહેર કર્યા છે. આ વર્ષે બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટનાં માધ્યમથી સેમ્પલ પેપર ડાઉનલોડ કરી શકે છે.

4મેથી શરૂ થશે પરીક્ષા

આ વર્ષે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. તે 14 જૂન સુધી ચાલશે. જ્યારે સ્કૂલોમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પરીક્ષાનું પરિણામ 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે. આ પહેલાં બોર્ડે નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી હતી કે પ્રેક્ટિલ એક્ઝામ દરમિયાન કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને પરીક્ષામાં સામેલ થવાની બીજી તક આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે 11 જૂન અથવા તેના પહેલાં પ્રેક્ટિલ એક્ઝામનું આયોજન કરવામાં આવશે.

આ રીતે સેમ્પલ પેપર ડાઉનલોડ કરો

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ cbseacademic.nic.in પર જાઓ.

હોમ પેજ પર તમને તમામ વિષયોના સેમ્પલ પેપર જોવા મળશે.

10મા અને 12માના સેમ્પલ પેપર ક્લિક કરવા પર નવી ટેબ ઓપન થશે.

જે વિષયના પેપર પર ક્લિક કરશો તે નવી ટેબમાં ઓપન થશે.

હવે વિષય પ્રમાણે સેમ્પલ પેપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here