ઉના : નવાબંદરના મધદરિયે બોટે જળસમાધિ લીધી હતી, ચોથા દિવસે બે ખલાસીના મૃતદેહ મળ્યા, બે લાપત્તા

0
22

ઉના: ઉના તાલુકાનાં નવા બંદરથી 15 નોટીકલ માઈકલ દૂર ગત રવિવારે એક બોટ ડૂબી જતાં તેમાં સવાર સાતમાંથી ત્રણ ખલાસીનો બચાવ થયો હતો જ્યારે ચાર લાપતા થઈ ગયા હતા. આજે ચોથા દિવસે બે ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે. 13 કલાક સુધી તરવાથી ત્રણમાંથી એક ખલાસીની હાલત નાજુક જણાતા દવાખાને ખસેડાયો હતો. નવાબંદર ગામનાં બચીબેન ભગાભાઇ બાંભણીયાની માલિકીની બોટમાં દરિયાથી લગભગ 25 નોટીકલ માઇલ એટલે કે 70 કિમી દૂર ફિશીંગ કરી રહી હતી. પરંતુ ઓચિંતા વાતાવરણમાં પલ્ટો આવતાં દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાતા આ અંગેનો વાયરલેસ મેસેજ બોટનાં ટંડેલ ભરતભાઇ નારણભાઇ જેઠવાને મળતાં તેઓએ નવાબંદર તરફ બોટને હંકારી હતી. પરંતુ મધદરિયે જ જળસમાધિ લીધી હતી.

મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

લાપત્તા થયેલા ખલાસીઓમાં સુનિલ ભીમાભાઈ બાભણીયા, ભાવેશ ભીમાભાઈ બાભણીયા, કાંતીભાઇ જીવાભાઈ બાભણીયા અને સામતભાઈ જીવાભાઈ મજેઠીયાનો સમાવેશ થાય છે. આ ચાર પૈકી બેનો મૃતદેહ ચોથા દિવસે મળી આવતા પીએમ માટે મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here