Friday, March 29, 2024
Homeવર્લ્ડઅમેરિકાના ટેક્સાસમાં ટ્રેલર-ટ્રેક્ટર માંથી 40 લોકોના મૃતદેહ મળ્યા

અમેરિકાના ટેક્સાસમાં ટ્રેલર-ટ્રેક્ટર માંથી 40 લોકોના મૃતદેહ મળ્યા

- Advertisement -

અમેરિકાના ટેક્સાસ રાજ્યના સેન્ટ એન્ટોનિયો શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ટ્રકની અંદર લગભગ 40 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અહેવાલને ટાંકીને લખ્યું છે કે ટ્રેલર-ટ્રેક્ટરમાંથી લગભગ 40 લોકોના મૃતદેહ મળી આવ્યા છે ટાંકીને આ જાણકારી આપી છે. અત્યાર સુધી ટ્રકની અંદરથી મૃતદેહો મળી આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ બાજુએ ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 40 લોકો મૃતદેહ મળી આવ્યા હતા. સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. આ તમામ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસવાના પ્રયાસમાં હોય તેવી આશંકા છે. તેમણે જણાવ્યું કે સૈન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે.

રોચા ગાર્સિયા સૈન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે 16 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. આ મામલો ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસવાના પ્રયાસનો છે. એવું માનવામાં આવે છે કે આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હતા. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. તે ટ્રક અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.

દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં. સેન એન્ટોનિયો, ટેક્સાસમાં, માનવ તસ્કરી દરમિયાન લોકો અવાર નવાર જીવ ગુમાવી ચૂક્યા છે. 2017માં આવી જ એક ટ્રકમાંથી 10 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પહેલા 2003માં સેન એન્ટોનિયોમાં એક ટ્રકમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તે ઘટનાસ્થળે પહોંચી રહ્યો છે. માર્સેલો એબ્રાર્ડે કહ્યું છે કે હાલમાં માર્યા ગયેલા લોકો ક્યાંના નાગરિક હતા તે જાણી શકાયું નથી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular