Thursday, August 5, 2021
No menu items!
Homeજુનાગઢ : માણાવદરના બાંટવાના ખારા ડેમ પાસે 53 પક્ષીઓના મૃતદેહ મળ્યા.
Array

જુનાગઢ : માણાવદરના બાંટવાના ખારા ડેમ પાસે 53 પક્ષીઓના મૃતદેહ મળ્યા.

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર માણાવદર તાબાના બાંટવા નજીકના ખારા ડેમ પાસેના રેવન્યુ વિસ્તારમાં પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની મળેલ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ટીટોડી – 46, બગલી – 3, નકટો -1, બતક -3 મળી કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

આ અંગે આર. એફ.ઓ. એ.એ. ચાવડાએ જણાવેલ કે, ઘટનાનું પ્રાથમીક નિરિક્ષણમાં કોઈ રોગચાળા ના કારણે એક સાથે આટલા મોટા પ્રમાણમાં પક્ષીઓનું મોત થયાની પુરી શકયતા છે. જો કે મોતનું સાચું કારણ જાણવા પક્ષીઓના મૃતદેહનું પીએમ અને લેબોરેટરી કરાવવા માટે વેટેનરી તબીબને કાર્યવાહી કરવા જાણ કરાઇ છે.

ટીટોડી, બગલી, નકટો, બતક સહિતના 53 મૃતદેહ મળી આવ્યાનું જણાવ્યું હતું. આ પક્ષીઓના મોત રોગચાળાથી થયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળે છે આ અંગે વન વિભાગે સાચું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments