વડોદરા : રેલવે સ્ટેશન પાસેથી ટુકડે-ટુકડા થયેલો ખલાસીનો મૃતદેહ મળ્યો,

0
6

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પાસે મંગળવારે મોડી રાત્રે ટ્રેનની અડફેટે રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતા યુવાનનું મોત નીપજ્યું હતું. ટ્રેનની અડફેટે આવી ગયેલા યુવાનનું માથું, ધડ અને હાથ-પગ કપાઇને ટ્રેક પાસે છૂટા-છવાયા પડ્યા હતા. પોલીસે તમામ કપાયેલા અંગે ભેગા કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મૃતદેહના અંગો પોટલામાં ભેગા કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મુકેશકુમાર રામેશ્વર રાજહંસ(ઉં.28) નવાયાર્ડ ડી કેબિન, રેલવે કોલોની સ્થિત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો હતો અને રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતો હતો. રેલવે પોલીસને મંગળવારે મોડી રાત્રે મુકેશકુમાર રાજહંસનો મૃતદેહ રેલવેના પ્લેટફોર્મ નં-1 પાસેથી કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. રેલવે પોલીસે કપાયેલા મૃતદેહના અંગો એક પોટલામાં ભેગા કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતા મુકેશકુમાર રાજહંસનું રેલવે ટ્રેનની અડફેટે અકસ્માતે મોત નીપજ્યું છે કે, પછી તેને આપઘાત કરી લીધો છે, તેનું રહસ્ય અકબંધ છે. જોકે, આ બનાવે રેલવેના સાથી ખલાસીઓમાં ગમગીની ફેલાવી દીધી હતી. રહસ્યના વમળો સર્જતા આ બનાવ અંગે હાલ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here