અરવલ્લી જિલ્લાના ભિલોડાના શીલાદ્વિ ગામની સિમમાંથી મળી આવેલ પુરુષની લાશનો ભેદ ઉકેલાયો.

0
7

અરવલ્લી જિલ્લાના ભિલોડાના શીલાદ્વિ ગામની સિમમાંથી મળી આવેલ પુરુષની લાશનો ભેદ એલ.સી.બી. પોલીસે ઉકેલી નાખ્યો છે..”પતિ,પત્ની ઔર વો” ના ચક્કરમાં પતિ-પત્નીએ ભેગા મળી પ્રેમીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે..જુઓ કેમ કરાઈ પ્રેમીની હત્યા અમારા આ રિપોર્ટમાં..!!!

અરવલ્લી જિલ્લાના ભિલોડાના શિલાદ્વિ ગામની સિમમાંથી ગત 24 એપ્રિલના દિવસે નગ્ન હાલતમાં મળી આવેલ લાશનો ભેદ એલ.સી.બી. પોલીસે ઉકેલી નાખ્યો છે. સમગ્ર ઘટના વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો 24 તારીખે ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શીલાદ્વિ ગામની સિમમાંથી પુરુષને ગળું દબાવી અને ગળાના અને ગુપ્તભાગે ગંભીર ઇજાઓ પહોંચડેલ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.આ અંગે તપાસ કરતા વિજયનગર તાલુકાના ઇટાવડી ગામના હસમુખભાઈ લીંબાત કે જે 22 એપ્રિલના દિવસે ઘરેથી નીકળી ગયા બાદ પરિવાર સાથે કોઈ સંપર્ક ન થતા હસમુખભાઈના પુત્ર એ ચિઠોડા પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી..જેના આધારે પોલીસે તપાસ કરતા શીલાદ્વિ ગામની સિમમાંથી મળેલી લાશ હસમુખભાઈ લીંબાતનું હોવાનું સામે આવ્યું હતું..ત્યારબાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો..આ ગુના હેઠળ પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હસમુખભાઈ અને અને આરોપીની પત્ની લીલા વચ્ચે પ્રેમ સંબંધ હતા.પ્રેમ સંબંધ હોવાથી મૃતક હસમુખભાઈ પ્રેમીકા લીલાને શારીરિક સંબંધો બાંધવા માટે અવારનવાર ફોન કરી દબાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..સાથે જ મૃતક પ્રેમિકાનો પીછો ન છોડતો હોવાથી આરોપી પતિ-પત્નિએ પ્રેમીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી મૃતક હસમુખભાઈને શીલાદ્વિ ગામની સિમમાં આવેલ જંગલ વિસ્તાર માં સબંધ બાંધવા બોલાવ્યા હતા..ત્યાં જ આરોપી પતિ-પત્ની એ હસમુખભાઈ ને મોત ને ગળું દબાવી,ગલાના ભાગે તીક્ષ્ણ ચપ્પાના ઘા ઝીંકી ,ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત ને ઘાટ ઉતારી લાશને નગ્ન હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા.

આ અંગે તપાસ દરમિયાન પોલીસ ને શંકા જતા પોલીસે બંને પતિ પત્ની ની તપાસ કરતા બંને એ પ્રેમ સંબંધ માં અવારનવાર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા અને પીછો ન છોડતા પ્રેમી ને મોત ને ઘાટ ઉતાર્યો હોવાનું એલ.સી.બી. પોલીસ સમક્ષ કબૂલાત કરી છે..હાલ તો એલ.સી.બી. પોલીસે બંને આરોપી પતિ-પત્નીને ભિલોડા પોલીસ ને સોંપી વધુ કાર્યવાહી હાથધરી છે. જો કે “પત્ની-પત્નિ ઔર વો” ના ચક્રમાં પ્રેમી ને પરલોક જ્યારે આરોપીઓ ને પોલીસ લોકઅપમાં સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here