સુરત : શાંતિકુંજ ગાર્ડનમાં એક વ્યક્તિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો : સુસાઇડ નોટ મળી આવી.

0
5

સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજેથી પાલિકાના ગાર્ડન શરૂ કરાયા છે. પાલિકાએ વૃદ્ધા માટેના શાંતિકુંજ બંધ રાખ્યા છે. જો કે, લિંબાયત સંજયનગર પાસે આવેલા મહાનગર પાલિકાના શાંતિકુંજ ગાર્ડનમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તપાસ કરતા મૃતકનું નામ જ્ઞાનેશ્વર કિશનભાઈ પાટીલ હોવાનું અને પત્ની એની મોટી બહેન અને બે સાળાઓના માનસિક તણાવ અને મારઝૂડથી કંટાળી આપઘાત કરી લીધો હોવાની સુસાઇડ નોટ મળી આવી છે. ઘટનાની જાણ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પત્નીએ ઘરમાંથી કાઢી મુક્યો હતો

મૃતકને ઓખળતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મરનાર જ્ઞાનેશ્વર ટેમ્પો પર મજૂરી કામ કરતો હતો. એક મહિના પહેલા પત્નીને ઠપકો આપતા બન્ને સાળા ઘરમાં ઘૂસીને માર મારી ગયા હતા. જેને લઈ જ્ઞાનેશ્વરને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પત્નીએ ઘરમાંથી કાઢી મુક્યો હતો.

સુસાઈડ નોટના આધારે તપાસ

બે દિવસ પહેલા ઘરમાં પ્રવેશ કરવાની કોશિષ કરતા પત્નીએ સાળાઓની ધમકી આપી હતી. જેથી જ્ઞાનેશ્વર ડરના માર્યા રખડતું જીવન જીવતો હતો.મૃતકે લખેલી સુસાઈટ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે. મારા મોતનું કારણ મારા સાળા, મારી પત્ની રેખા અને એની મોટી બહેન છે. જોકે હાલ પોલીસ સુસાઇડ નોટના આધારે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here