મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સંદિગ્ધ કારના માલિકનો મૃતદેહ મળી આવ્યો.

0
3

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આવાસ એન્ટિલિયાની બહાર પાર્ક કરાયેલી સંદિગ્ધ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન મરેલી હાલતમાં મળી આવ્યો છે. મનસુખે હિરેને કલવા ક્રીકમાં કુદીને આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિરેનની લાશ મળ્યાંની ખબર મળતાં નોપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રીકના નાળામાંથી તેની લાશને કબજે કરીને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.  પોલીસે કહ્યું કે આ કેસ આત્મહત્યા જેવો લાગી રહ્યો છે પરંતુ તપાસની જરુર છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી હતી. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી હતી. થોડા દિવસ પહેલાં આ જ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી. જોકે મુંબઈ પોલીસે આ દાવાનો ખુલાસો કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સમાં આને આતંકી સંગઠનનો પબ્લિસિટી સ્ટંટ માનવામાં આવે છે.

આતંકી સંગઠને પોતાની પોસ્ટમાં ઈન્ટેલિજન્સ એજન્સીને ચેલેન્જ કરી છે અને પૈસાની ડિમાન્ડ પણ કરી છે. તેમાં લખ્યું છે, આ માત્ર ટ્રેલર છે અને પિક્ચર હજી બાકી છે. આ ઘટના બાદથી જ મુકેશ અંબાણી અને તેમના ઘરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ કેસની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જો કે હજુ સુધી એ પુષ્ટિ નથી થઈ કે આ ઘટનાની પાછળ કોઈ સંગઠનનો હાથ છે કે નહીં, પરંતુ પોલીસ અને અન્ય એજન્સીઓએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે, તપાસ ચાલી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here