વડોદરા : મ.સ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિઝીટીંગ પ્રોફેસરનો મૃતદેહ મળી આવ્યો

0
0

એમ.એસ.યુનિ.ની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિઝીટીંગ પ્રોફેસર તરીકે લેકચર આપતા અનિલભાઈ વોરોનો મૃતદેહ મળી આવ્યો છે. રહસ્યમય સંજોગોમાં તેમના બંગલામાંથી મૃત હાલતમાં મળી આવતા તર્કવિર્તકોના વમળો સર્જાયા હતા.

એકલવાયું જીવન જીવતા હતા

આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ઓકટેવ ફ્લેટ વેદાંત સોસાયટીમાં રહેતા અનિશભાઇ યશપાલભાઇ વોરા ( પંજાબ ) ઉ.વ. 55 એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓને પત્ની સાથે અણબનાવને કારણે એકલા રહેતા હતા. તેમના એક મોટા પુત્રનું પણ કોઇ કારણોસર અવસાન થયું હતું.

પીએમ માટે મૃતદેહ લઈ જવાયો

આજે સવારે એકલવાયુ જીવન જીવતા વિઝીટીંગ પ્રોફેસર અનિશભાઇ વોરાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં તેમના નિવાસ સ્થાનેથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ કીશનભાઇ નાઓ બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે તેમના પત્ની આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here