હળવદના નવા અમરાપર ગામની નર્મદા કેનાલમાં મહિલાનો મૃતદેહ મળ્યો.

0
0
હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં થી આજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
હળવદ પંથકના નવા અમરાપર ગામે આવેલ નર્મદા કેનાલમા કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ નર્મદા કેનાલ કાંઠે થી પસાર થતા ગ્રામજનોને થતા તેઓ દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ સરપંચને કરવામાં આવી હતી જેથી સરપંચ ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોની મદદથી મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયો હતો અને આ અંગેની જાણ હળવદ પોલીસને કરી હતી,
જેથી પોલીસ નવા અમરાપર ગામે દોડી જઈ મૃતક મહિલાનો કબ્જો લઈ મૃતક મહિલા કયા ગામની છે અને કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરતા આ મહિલા ઇસનપુર ગામે ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની હોવાનું ખૂલવા પામ્યું હતું જેથી પોલીસ દ્વારા લાશ ને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here