લાખણી : પેપરાળમાં જૈન દેરાસર પર ફરજ બજાવતા યુવકનો મૃતદેહ મળ્યો

0
35

લાખણી : લાખણીના પેપરાળ ગામના ઉકપુરી કરનપુરી ગૌસ્વામી ઉ.વ. ૪૫ રાત્રીના તેમની ગ્રામરક્ષક દળ તરીકે ગામના જૈન દેરાસર પર નોકરી કરતા હતા. તારીખ ૦૫ / ૦ર / ર૦૧૦ના રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે તેમના ઘરેથી પેપરાલ દેરાસર પર ગ્રામરક્ષકની નોકરી હોઇ જવાનું કહી ઘરેથી નીકળેલા હતા. જે  રાત્રિના આગીયાર વાગ્યાથી સવારના પાંય વાગ્યા સુધી નોકરી કરતા હોઈ તેઓ રોજ સવારમાં સાડા પાંચ વાગ્યે ઘર પરત આવી જતા હતા. પરંતુ ગુરુવારે રોજના ટાઈમે પરત ન આવતાં પરિવારે જઇને આજુબાજુ શોધખોળ કરતાં સવાસ્ના સાત વાગ્યે જૈન દેરાસરની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે ૧૦૮ ને ફોન કરતાં આવેલી મોબાઈલે તપાસ કરી ઉકાપુરીના મૃતદેહને થરાદ સરકારી હોસ્પિટલના પી.એમ. રૂમમાં લઈ આવી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઇ માનસેંગપુરી કરનપુરી ગૌસ્વામીએ થરાદ મથકમાં પોતાનો ભાઈ ફરજ દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર મરણ ગયેલ હોઈ તેની તપાસ થવા જાણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here