સુરત : હત્યા કે અકસ્માત : સચિનમાં કાન અને નાકમાંથી લોહી નીકળતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો.

0
0

સુરતના સચિન વિસ્તારમાં આવેલી ઉમા શંકરની ચાલમાંથી યુવક કાન અને નાકમાંથી લોહી નીકળતી હાલતમાં મળી આવતા સિવિલ લવાતા મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ બાદ સચિન પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. માથામાં ઇજા થવાથી મોતને ભેટલો મુન્નાભાઈ રાત્રિના ભોજન બાદ નાઈટ પાળીમાં કામે ગયો હતો. હત્યા કે અકસ્માત મોતને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક એક વર્ષ પહેલાં જ સુરત આવ્યો હતો

સચિન પોલીસે જણાવ્યું હતું કે, મુન્ના સાંભરીયા ગોંડ (ઉ.વ. 38 રહે એજન) ભાડા ના મકાનમાં ત્રણ સંતાન અને પત્ની સાથે રહેતો હતો. એક વર્ષ પહેલાં જ સચિનમાં રહેવા આવેલો મુન્ના ઘર નજીકની ચપલ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. શુક્રવારની રાત્રે 7: 30 વાગે ભોજન કરી કામ પર ગયેલો મુન્ના રાત્રે 12:30 વાગે ઇજાગ્રસ્ત હાલતમાં ઘર પાસેથી મકાન માલિકને મળી આવ્યો હતો.

પોસ્ટમોર્ટમમાં જમણી બાજુ માથામાં ઇજા મળી
પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, મકાન માલિકે પત્નીને ઉઘમાંથી જગાડી જાણ કરી હતી. મુન્નાને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. આજે મુન્નાના પોસ્ટમોર્ટમમાં જમણી બાજુ માથામાં ઇજા મળી આવી હોવાનું ડો. દિનેશ મંડલ (પોસ્ટમોર્ટમ કરનાર) તબીબે જણાવ્યું છે. હાલ મુન્નાનું મોત અકસ્માત કે હત્યાને લઈ સર્જાયેલા રહસ્યને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here