Sunday, November 28, 2021
Homeવડોદરા : 3 દિવસથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ દુમાડ ગામના તળાવમાંથી મળ્યો,...
Array

વડોદરા : 3 દિવસથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ દુમાડ ગામના તળાવમાંથી મળ્યો, રહસ્યમય મૃત્યુને લઇને પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા નજીક દુમાડ ગામના યુવાનને પરિવાર સાથે ઝઘડો થતાં 3 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યાં બાદ પણ ન મળી આવેલા યુવાનનો મૃતદેહ આજે ગામના તળાવમાંથી મળી આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

દુમાડ ગામમાં રહેતા જશવંતસિંહ બિમલસિંહ વાઘેલા(ઉં.40) સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 3 દિવસ પૂર્વે પરિવાર સાથે ઝઘડો થતાં તેઓ કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. 3 દિવસ પૂર્વે ઘરેથી નીકળેલો જશવંતસિંહ વાઘેલા મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, મળી આવ્યો ન હતો. દરમિયાન સવારે ગામના તળાવમાં મૃતદેહ હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી ગયા હતા. અને કપડાં ઉપરથી જશવંતસિંહને ઓળખી કાઢ્યો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇને કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments