રાજકોટ : જેતપુરમાં વાડીએ ગયેલા યુવકનો મૃતદેહ સળિયામતી નદીમાંથી મળી આવ્યો, કારમાં MLA લખેલુ બોર્ડ મળ્યું

0
3

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલે એક યુવક તેના મિત્રો સાથે વાડીએ ગયો હતો. જે દરમિયાન ફોન આવતા યુવક થોડે દૂર ગયો હતો. પણ થોડા સમય બાદ યુવક પરત ન ફરતા મિત્રોએ શોધખોળ શરૂ કરી હતી. પણ ભાળ મળી ન હતી. ત્યારે આજે યુવકનો મૃતદેહ સળિયામતી નદીમાંથી મળી આવ્યો હતો. આ સાથે કારમાં MLA લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું.

યુવકનો મૃતદેહ ડૂબેલી હાલતમાં મળી આવ્યો
ઘટનાની વિગત અનુસાર જેતપુરના ચારથી પાંચ મિત્રો સેલુકા ગામે વાડીએ ગયા હતા. જેમાંથી જગદીશભાઈ રાદડીયા નામના યુવકને ફોન આવતા તે ફોનમાં વાત કરવા માટે થોડે દુર ગયો અને અડધી કલાક બાદ પણ પરત ન ફરતા મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. બધા જે કારમાં આવ્યા હતા તે કાર ત્યાં જ પડી હોવાથી બધાને ફાળ પડી ગઈ હતી. કારણ કે ગતરોજ ભારે વરસાદને કારણે ત્યાં વાડીના કાંઠા પાસેથી વહેતી સળિયામતી નદી બે કાંઠે વહેતી હતી. જેથી નદીમાં પડી ગયા હોવાની આશંકાએ બાકીના યુવકોએ ગામમાં જાણ કરી શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે સવારે જેતપુર નગરપાલીકાની ટીમે શોધખોળ કરતા યુવકનો મૃતદેહ પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સાથે જ સ્થળ પરથી કારમાં MLA લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું. હાલ મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here