દહેગામ : રાયપુર નર્મદા કેનાલમાં યુવતીએ લગાવી હતી મોતની છલાંગ : 4 દિવસ બાદ જાસપુર નર્મદા કેનાલમાંથી મળી આવી લાશ.

0
69

પાલૈયા ગામની એક યુવતીએ ચાર દિવસ પહેલા રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
આજે કલોલ જાસપુર નર્મદા કેનાલમાંથી તે યુવતીની લાશ મળવા પામી છે.

         

ગાંધીનગર જિલ્લાના રાયપુર નર્મદા કેનાલ પાસે ચાર દિવસ પહેલાં જ એક યુવતી મોતની છલાંગ લગાવી હતી. હરસોલી ના બે – ચાર યુવકોએ આ યુવતીને કેનાલ માં છલાંગ લગાવતા જોઈ હતી. નજરે જોનારાઓનું કહેવું છે કે તે યુવતીએ બચાવો-બચાવોની બૂમો પણ પાડી હતી. પણ તેને કોણ કાઢે અને કેવી રીતે. ત્યારે આજે જાસપુર નર્મદા કેનાલમાંથી આ યુવતીની લાશ મળી આવી છે. અને આ યુવતીનું નામ છે પ્રિયંકા ઘનશ્યામભાઈ સોલંકી અને તે પાલૈયા ગામની વતની હતી.

મળતી માહિતી મુજબ આ યુવતી જીવનથી કંટાળી ગઈ હતી અને તેને કોઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું છે. આ યુવતીની છેલ્લા ચાર દિવસથી શોધખોળ ચાલુ હતી. પરંતુ યુવતી મળવા પામી ન હતી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here