સ્વ.નરેશ કનોડિયાનો પાર્થિવ દેહ હોસ્પિટલથી સીધા જ સ્મશાન જવા રવાના, પીએમએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પી

0
0

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. નરેશ કનોડિયાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં આજે તેઓનું નિધન થયું છે. હાલમાં નરેશ કનોડિયાના ઘરે સગા-સંબંધિતો એકઠા થયા છે. હવે યુએન મહેતા હોસ્પિટલથી તેમના પરિવારજનો પાર્થિવ દેહને લઈને સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવા નીકળ્યા. સાથે જ અન્ય સગા સંબંધીઓ સ્મશાનગૃહ જવા રવાના થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલી અર્પી

25મીએ મહેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કરી હતી

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું 25મીએ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતું. મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.

નરેશ કનોડિયાના નિધના સમાચાર બાદ સગાઓ તેમના ઘરે ભેગા થઈ ગયા હતા
(નરેશ કનોડિયાના નિધના સમાચાર બાદ સગાઓ તેમના ઘરે ભેગા થઈ ગયા હતા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here